________________ બુદ્ધિપ્રભા જાહેર રસ્તે તારણે બંધાવવાં, ઉત્સવ કરવે એને કંઈ નિષેધ થતા નથી. વળી તે દિવએમાં જે કલ્પસૂત્રમાંથી ભગવાનનું ચરિત્ર વેચાય છે તે જ પ્રમાણે કલ્પસૂત્રમાં લખાણ છે તે મુજબ પ્રતિ વર્ષ વંચાય છે પરંતુ જે તે સત્યને આવા પ્રસંગે વિવિધ જાતના રૂપમાં વિધવિધ જાતના દાખલા દલીલે આપી વિધવિધ વિદ્વાનેદારા સમજાવવામાં આવે તે તે સમજનારને ઘણો આનંદ થઈ પડે એટલું નહિ પરંતુ તેથી લાળ પણ અઠવતીય થઈ પડે એ નિર્વિવાદ છે. આપણે જ્યારે સ્વાભાવિક રીતે આપણા જન્મના દિવસે સનાથ ભણાવવા આદિની ધર્મક્રિયા કરીએ છીએ– ઘેર કસાર કરાવીએ છીએ. હરેક રીતે દિવસ આનંદમાં ગાળીએ છીએ તો પછી આપણે પિતાના પિતા, દેવના દેવ, દયાળુ ત્રિલોકના નાથ પરમેપગારી સર્વજ્ઞ મહાપ્રભુની જન્મ તિથિને દિવસે શું કંઈ પણ ન કરવું જોઈએ? શું તે આ પણ કૃતજ્ઞતા ગણી શકાસે? જૈન શાસન પ્રવર્તાવવાની ખાતર જે મહાપ્રભુએ બાર વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અખંડિત અને અનુપમ અમૃતમય ઉપદેશ દુનિયાના જીવોને દેશવિદેશ વિચરી દીધે, તે શું આપણું સ્મરણ શકિતની બહાર છે? તેવા જગતન્નાથની જન્મતિથિને દિવસે શું આપણે આપણુ લાગણી પ્રદર્શિત ન કરવી જોઈએ? તે દિવસે તેમનું અવશ્ય યશેતાન કરવું જોઈએ. તે દિવસ ઉતસવ તરીકે ઉજવ જોઈએ. ભગવાનની જયંતી ઉજવવાથી ભગવાનના ઉદાત ગુણો અને સત્ય તો પલ્લીકમાં જાહેર કરવાની આપણને એક સોનેરી તક મળશે તેમ આપણે દરેક ફિરકાઓમાં પવૃદ્ધિનું બીજ રોપાશે. આ સિવાય જો કે તેથી ઘણું લાભો નિષ્પન્ન થાય તેમ છે પરંતુ તેમાં આ બે મુખ્ય છે. આપણે આપણી આસપાસ અન્ય કામો તરફ નજર કરીશું તે આપણને હેજ જણાશે કે આપણે આ કંઈ નવીન કરતા નથી. સત્યની કીંમત સત્યમાંજઅજવાળામાં અંકાશે. સત્યને અંધારે રાખવાથી યા તો તે ઉપર ઢાંક પીછો કરવાથી તેની ઊંમત વધતી નથી. માટે સર્વજ્ઞ મહા પ્રભુ મહાવીરે જે સત્ય પ્રતિપાદન કર્યું છે તેનાથી શા માટે દુનિયાના જેને આપણે અત્ત રાખવા જોઈએ ? ખુદ આપણુ ભગવાનના શબ્દો વિચાર અને તે ઉપર ખ્યાલ કરો. “વીજવ કરૂં શાસન રસી, એસી ભાવ દયા મન ઉલસી.” બંધુઓ! શું આ ભાવનાને અમલ ઘરમાં પેસી રહેવાથી કે અમુક કુંડાળામાં ભાવના ભાવવાથી થઇ શકશે ? કદિ નહિ. તેને તે પડઘે દુનિયાના સર્વે ખંડેમાં અવિછિન્નપણે પાડવે જોઈએ; અને સત્ય છે ત્યારે જ પ્રકાશશે. તેમજ દરેક વર્ષે જયંતી ઉજવવાથી સર્વ મહા પ્રભુનું નામ દરેકને ચીર સ્મરણીય રહેશે. માટે આ જે જયંતીની હીલચાલે રૂપ લીધું છે તે જે કાયમ રહેશે તો આપણી ઘણે અંશે ધારેલી મુરાદ બર આવશે માટે દરેક બંધુઓએ તેને વધાવી લેવી જોઈએ અને અત્યારે જે થોડે મોડે સ્થળે દશ્ય થઇ છે તે જ તે દિવસે સમસ્ત ભારતવર્ષમાં જેમાં ઘેર ઘેર ઉજવાવવી જોઈએ અને તે દિવસે સર્વજ્ઞ પ્રભુના ઉદ્દાત ગુણોનુંતનું સ્યુટ વિવેચન કરી દુનિયાના સર્વે જીવોના ભલાની ખાતર સર્વે પ્રસિદ્ધ વર્તમાપામાં–માસિકમાં તે પ્રગટ કરાવવું જોઈએ જેથી દુનિયાના સર્વે જીવો પ્રભુના મહાન ગુણોન-તેમજ તેનો આસ્વાદ લેવાને ભાગ્યશાળી થાય અને જે અન્ય ધર્મના બંધુઓ અનતાને લીધે જૈન ધર્મ ઉપર આક્ષેપ મુકે છે તેમની અજ્ઞાનતા દુર થાય અને ફરી એક વખત પાછા જૈન ધર્મ–ભાનું સર્વે દુનિયાને પોતાના તેજથી અલંકૃત કરે એવું જોવા કેણું નહિ ઇચ્છતું હોય? છેવટ અમારા જેન બંધુએ વીરના પુત્ર તરીકે પ્રભુની જન્મ તિથિને દિવસે તેમની જયંતી ઉજવવા ભાગ લેશે અને મદત પુણ્ય ઉપાર્જન કરી પોતાના આત્માનું સાર્થક કરશે એવું અમે ઇચ્છીએ છીએ. 3 ચ ગુe