Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ “ શ્રી મહાવીર જયન્તી.” ૩૩ ખેદની વાત છે કે મારા જેવા છે જેમને બીજા જીવોનું હિત કરવાનું છે અને બીજા ને દુઃખથી મુકત કરવાનું છે, તેવામાં પણ આવા જીવોનું હિત કરી શકતા નથી. મારા મનમાં એકજ કુર્ણ થાય છે કે મારા હાથે તેનું હિત થવું જ જોઈએ પણ તેમ થવાને બદલે મને દુઃખ આપવાના તેના ઘાતકી વિચારો અને કાર્યોને લીધે તે કર્મથી બંધાયો છે. અફસેશ! તે બિચારા જીવનું આ અવસરે કાંઈ પણ હિત મારા હાથે થવા પામતું નથી.” આવા વિચારે તેમના હૃદયમાં પુરતાં તેમની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગે અને આ કારણથી જ સલાહતમાં શ્રી વીરપ્રભુની સ્તુતિના સંબંધમાં લખાએલું છે કે – कृतापराधेऽपि जने कृपामंथरतारयोः । इपष्ट बाष्पाईयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥ અપરાધ કરવાવાળા જીવો ઉપર પણ દયાથી નમ્ર અને અબુથી આ એવાં શ્રી વીર ભગવાનનાં નેત્રે સર્વના કલ્યાણ માટે થાઓ. વીરપ્રભુ વિહાર કરતાં કરતાં એક સ્થળે આવી પહોંચ્યા. જ્યાંથી બે માર્ગના ફાંટા હતા. લોકોએ પ્રભુને જે માર્ગમાં ચંડકોશીઓ નાગ વસતે હવે તે માર્ગ નહિ જવાને ઘણું રીતે વિનવ્યા પણ તે દયા સાગર મહાભા જેમની પ્રબળ ભાવના જગતનું હિતજ કરવાની હતી તેમણે તે ચંડકોશ અને ઉપકાર કરવાની બુદ્ધિથી તે ભાગ લીધો. ચંડકોશીઓ નાગ એવો પ્રબળ હતો કે તેની દષ્ટિમાંથી નીકળતા વિષના વેગથી સર્વ પ્રાણુઓને બેભાન કરી દેતો હતો. તે ચંડકોશીએ તેના સ્વભાવ પ્રમાણે વીરપ્રભુને ડ પણ વીરપ્રભુએ તેના ઉપર ધ નહિ કરતાં અત્યંત ક્ષમા કરીને કહ્યું કે, હે ચંડ કેશિક ! બેધ પામ, બાધ પામ. આ રીતે અપકાર કરનાર પર પણ ઉપકાર કરનાર તે મહાત્માએ તેને પ્રતિબોધ આપ્યો. જેના પ્રતાપથી તે નાગને પૂર્વભવનું સ્મરણ થયું. પોતાના દુર કૃ વાતે પશ્ચાત્તાપ થયો અને ત્યાંથી મરી તે વર્ગલોકમાં ગયે. વીરપ્રભુની ક્ષમાનું આ અદ્ભુત દૃષ્ટાંત છે. તેમની શક્તિ એટલી પ્રબળ હતી અને તેમની ભાવના એટલી ઉત્તમ હતી કે તેમના સંબંધમાં આવનાર દરેક ઉપર તે પ્રબળ અસર કરવા સમર્થ હતા. રોહણ એ નામે એક ચર હતો તેના પિતાએ મરતી વખતે તેને શિખામણ આપી હતી કે તારે વીર નામના ઉપદેશકના વચન સાંભળવા નહિ કારણકે તેને પિતા સારી રીતે જાણતો હતો કે જે એકવાર પણ તેમના વચન રોહિણીઓ સાંભળશે તે તે ધંધે છોડી દેશે. રોહણીઓ પિતાના ચારીના ધંધામાં ઘણો જ નિપુણ હતો. એક વાર બીજો માર્ગ નહિ જડવાથી જે સ્થળે વીરપ્રભુ દેશના દેતા હતા તે ભાગ થઈને તેણે જવા માંડયું. તેણે કાનમાં આંગળીઓ નાંખી હતી. એવામાં તેના પગમાં કાંટો વાગ્યો. કાંટે કાઢવા નીચે બેઠે તેવામાં વીર પ્રભુનાં નીચેનાં વચનો તેના શ્રવણમાં પડયા કે –“દેવોની આંખે સ્થિર હેય. તેમના પગ પૃથ્વીને અડે નહિ. તેમની પુષ્પની માળા કરમાય નહિ અને તેમને પ્રસ્વેદ થાય નહિ.” અનિચ્છાએ આટલાં વચને સાંભળીને તે ચાલ્યો ગયો. અભયકુમારે તેને યુક્તિથી પકડશે. પણ તેની પાસે ચેરીને માલ નહિ હોવાથી તેને મદ્યપાન કરાવ્યું અને તેને એક છત્રપલંગ પર સવારી આસપાસ વારાંગનાઓને સુંદર વચ્ચે પહેરાવી ઉભી રાખી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે વારાંગનાઓ જાણે કે દેવીઓ ન હોય તેમ કહેવા લાગી “હે સ્વામીનાથ! તમે દેવ થયા છે. તમે એવાં શાં શાં કામ કર્યો કે જેના પ્રભાવથી સ્વર્ગ મળ્યું ?” રેહુઆએ વિચાર્યું કે આ મને પકડવાની અક્ષયકુમારની યુતિ તો નહિ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36