Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ તીર્થ બવાસ વર્ણન, ------- તપાસ કરે છે. તેમને ઘટતી મદદ અને સુચના આપીને કયાં ઉતારે કરવો વિગેરે બાબતની માહીતી આપે છે. આ રીવાજ જાત્રાળુઓના માટે ઉગી છે, તપાસ કરવા આવનાર સીપાઈ પણ જાત્રાળુઓ ઉપર પ્રેમ રાખનાર જાણો, તેથી ત્યાં જતારને ઘણી બાબતમાં તેના દીક ઉપયોગ થાય છે. આ રીવાજનું અનુકરણ દરેક તીર્થનો વહીવટ કરનારાઓએ કરવા જેવું છે. કારખાનાની ફીસ શહેરમાં છે, ત્યાં મુખ્ય મુનિમ તરીકે ને, ગુલાબભાઈ કામ કરે છે એવી માહીતી મળી. અમો જેટલી વખને કીસમાં ગયા તેટલામાં કઈ પણ વખતે ઍફીસમાં તેમની મુલાકાત થઈ નહિ, મુખ્ય મુનિમની હાજરી કારખાનાની આખીસમાં વધુ રહે તેથી કારખાનાને અને છાત્રાળુઓને બન્નેને અરસપરસ વિશેષ લાભ થાય એમ મને લાગે છે. દરેક તીર્થના કારખાનાની ઓફીસમાં એક જાહેર સુચના (વઝીટ ) બુક રાખવી જોઈએ અને જાત્રા દરમ્યાન જે કોઈ જીત્રાને પિતાને જે કંઈ સુચવવું હોય તે તે સુચના કરે અને કરેલી સુચના કારખાનાના વહીવટ કરનાર ટ્રસ્ટી સાહેબેએ ધ્યાનમાં લેવી અને તે બાબત ઘટીત વ્યવસ્થા કરવી, એ પ્રમાણે કરવાથી સુધારા વધારા કરવા જેવું શું શું છે, તે ટ્રસ્ટી સાહેબને લક્ષ ઉપર આવશે, અને તેથી ભવિષ્યમાં ફાયદો થશે એમ મારું માનવું છે. તપાસ કરતાં એમ જણાયું કે કારખાનાના નોકરોને નિયમીત પગાર મળતો નથી. ફેબ્રુવારી ભાસને પગાર માર્ચ માસની તા. ૧૫ મી સુધી મળેલો નહોતો. હલકા પગારના ન કરીને આવી રીતે મોડે પગાર મળવાથી હાડમારી ભોગવવી પડે છે એમ તપાસ કરતાં જણાયું. શા કારણથી આટલો મોડે પગાર મળે છે તેનું કંઈ પણ કારણ માલમ પડયું નહિ. કારણમાં ફક્ત પગાર પત્રકો અમદાવાદથી ટ્રસ્ટી સાહેબ તરફથી મંજુર થઇને આવ્યાં નથી એટલી માહીતી મળી. આ સંબંધી મારી એવી રચના છે કે કારખાનાના અંગે જે કાયમ કરે છે, અને જેના પગાર મુકરર થઈ ગયા છે. એવા નાકરેના માસીક ખર્ચની રકમ વહીવટ કરનાર ટ્રસ્ટી સાહેબોએ મુકરર કરી આપવી અને તે પ્રમાણે દર મહીનાને પગાર બીજા મહીનાની તારીખ પાંચમી સુધીમાં પગારપત્રક બનાવીને આપવાની સત્તા મુખ્ય મુનીમને આપવાથી કારખાનાને કંઈ નુકશાન થવાનો સંભવ નથી અને હલકા પગારના ગરીબ કરીને નિયમિત રીતે પગાર મળવાથી નોકરીમાં કાયમ રહેવાનું તેમને ઉત્તેજન મળશે. નોકરિને ઈનામ-જાત્રાળુઓ જીત્રા કરીને જતી વખતે તીર્થ ઉપરના નાના નોકરોને ઉત્તેજન તરીકે કંઈ પણ્ ઇનામની રકમ ખુશીથી આપે છે, એ રીવાજે ઉલટું સ્વરૂપ પકડી અન્ય દર્શનીના તીર્થોની માફક વિદાય થતી વખતે કરો હેરાન કરે છે. એ વહીવટ આ તીર્થમાં બંધ કરવામાં આવેલો છે. જે કઈ જાત્રાળુ પિતાની ખુશીથી નોકરોના ઇનામના માટે કંઈ રકમ આપે છે, તો તે મુખ્ય કસમાં નોકરોના ઇનામ ખાતે જમે કરવામાં આવે છે; અને વર્ષ આખરે દરેક નાકરને વરાડ પ્રમાણે ઇનામની રકમ વહેંચી આપવામાં આવે છે, એમ જણાયું. આ રીવાજ સારો છે, અને અનુકરણીય છે. આ ઠેકાણે જાત્રાળુઓને એક ભલામણું એવી કરવાની છે કે ગર ઉપર થોડા પગારથી સારા નોકર રહેનારા મળતા નથી અને વધારે પગાર કારખાના ખાતેથી લખીને આપ એ કારખાનાને પરવડે નહિ, તેથી જાત્રાએ જનાર નોકરોના ઈનામ ખાતે પિતાની ખુશી પ્રમાણે કંઈ પણ રકમ આપે છે તેથી કરીને વધુ ઉત્તેજન મળશે અને છેડા

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36