Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ બહિપ્રભા. પણું તે અગાઉ એક અગત્યને પ્રશ્ન આપણે ચર્ચીશું, શું તેમને આ બધા ગુણે એકજ ભવમાં પ્રાપ્ત કર્યા? આપ સારી રીતે સમજે છે કે બીજ વાવ્યા વગર ફળ કદાપિ ઉગી શકે નહિ. કિંમત સિવાય કંઈ પણ વસ્તુ મળી શકે નહિ, તીર્થંકર જેવી જમતમાં ઉચ્ચમાં ઉચ્ચ પદવીને વાસ્તુ પણ પુરૂષાર્થની જરૂર હતી. તેમજ તેને વાતે બીજ રોપવાનાં હતાં. શ્રી મહાવીર પ્રભુના ૨૭ ભવથી તમે જાણીતા છે. તેમના પ્રથમ ભવમાં પોતે નયસાર નામના એક કડીઆરા હતા. તે જંગલમાં કામ કરતા હતા. એવામાં એક સાધુ પિતાના સાર્યથી જુદા પડેલા ત્યાં આવી પહયા. આ નયસારે પૂર્ણ ભાવથી આ સાધુને પોતાના ભેજનમાંથી થોડે ભાગ લેસ અને તે ભુલા પડેલા સાધુને માર્ગ બતાવ્યો. આ પ્રમાણે નિઃસ્વાર્થ સેવાનું કામ આરંગ્યું તેનું પરિણામ ઘણું વર્ષ પછી-ઘણા જન્મ પછી તીર્થંકરના રૂપમાં આવ્યું. પ્રથમ ભવમાં તેમણે બીજ રોપ્યું. જે બીજને તેમણે પિતાના વચલા ભવમાં પોતાના પવિત્ર જીવનથી અને નિઃસ્વાર્થ સેવાથી પિષણ આપ્યું. આ ઉપરથી આપણે શું શિખવાનું છે? wા પરમ-આત્મા એજ પરમાત્મા. તેમનામાં જે આત્મા તે તેજ મારામાં છે એ ખ્યાલ રાખો, અને જે કામ તે કરી શક્યા તે આપણે પણ કરી શકીએ. પણ તે વાતે તેમણે બતાવેલે માગે આપણે ચાલવું જોઈએ. કારણ કે ભાજપ પર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તવું એજ પરમ ધર્મ છે. આટલી પ્રસ્તાવના પછી આપણે હવે મુખ્ય વિચાર ઉપર આવીએ. મહાવીર પ્રભુનું ચરિત્ર પરોપકાર અને આત્મસંયમના અપૂર્વ દષ્ટાન રૂ૫ હતું. તેમણે જે વસ્તુઓને આપણને બોધ આપે છે, તે બાધ તેમણે સંપૂર્ણ રીતે પોતાના જીવનમાં ઉતાર્યો હતો. સૂત્રકૃતાંગમાં તેમણે કહ્યું છે કે કોઈ પણ જીવતા પ્રાણીની હિંસા નહિ કરીને મનુષ્ય જાતિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરે છે.” આ અહિંસા કેવળ શરીરથીજ કરવાની છે એમ નથી, પણ મનથી કે વચનથી પણ કેઇના પ્રાણને નહિ દુભવવા એ પરમ અહિંસા-પરમ દયા છે; અને એમાં જૈન ધર્મને સાર ઍક વાકયમાં સમાઈ જાય છે. જેમ બને તેમ શાંતિ ફેલાવે, સર્વની મા કરો, સર્વનું કલ્યાણું કરે, અને કોઈ પણ નાના સરખા છવને પણ કલેશ ન થાય તેમ જીવન ગાળવાનો બોધ આપ્યા હતા, અને તે બેધ પ્રમાણે તેમનું પિતાનું ચરિત્ર કહ્યું હતું. ધર્મના ઉંડાં રહસ્યો મનુષ્ય કદાચ પોતાની બુદ્ધિબળની ખામીને લીધે ન સમજી શકે તે ભલે, પણ તેવાએ પણ પિતાનું જીવન પવિત્ર અને ઉન્નત બનાવી શકે, તે માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ તેમણે પ્રબોધ્યા, અને તે ચારે પ્રકારનો ધર્મ તેમણે આચારમાં મુકી બતાવ્યું. - દીક્ષા લીધા પૂર્વે એક વર્ષ અગાઉ તેમણે દાન આપવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ (ત્રણું અબજ અઠયાસી કરેડ એંસી લાખ) સોનૈયાનું દાન દીધું. જો કે પિતાના માતાપિતાની ઈચ્છા રાખવા તેમણે લગ્ન કર્યું હતું છતાં તેમનું મન અંતરથી નિલેપ હતું અને એગ્ય અવસરે દીક્ષા લઈ અખડ શીવ જીવન પર્વત ત્રિકરણુ શુદ્ધિએ પાળ્યું. તેમણે બાર વરસ સુધી જે અનેક પ્રકારની તપશ્ચર્યા કરી છે જેને આલમને એટલી સુવિદિત છે કે તે સંબંધમાં વિશેષ કહેવાની જરૂર નથી અને તેમના ભાવવિશે શું કરી

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36