________________
“શ્રી મહાવીર જયંતી.”
આપણે હાલમાં પશ્ચિમ દેશના સંસર્ગમાં આવ્યા છીએ અને તેથી કરીને તેમનામાં જે કાંઈ સારું હોય તેનું અનુકરણ કરવામાં આવે તે તેમાં કાંઈ આપણે ખોટું કરતા નથી. રાજકીય, સાંસારિક, ધાર્મિક અથવા કોઈ પણ વિષયમાં જેણે પિતાની શક્તિને પરોપકાસાથે ઉપયોગ કર્યો હોય, અને જેણે પિતાના આત્મગથી જગતને જરા પણ ઉચ્ચ સ્થિતિએ લાવવાનો પ્રયન સેવ્યો હોય તેવા મહાન પુરૂષની જયન્તીઓ તેમની જન્મ તિથિને દિવસે અથવા તો તેમની મરણ તિથિને દિવસે ઉજવાય છે. પણ ઘણું કરીને જન્મ તિથિએ ઉજવાય છે. જયતી એ કિ ધાતુ ઉપરથી નીકળેલું રૂપ છે, અને તેનો અર્થ જયવંત થવું એવો થાય છે. મોટા પુરૂ પિતાના કામથી તેમજ પોતાના ગુણોથી હમેશાં જયવંતા વર્તે છે અને તેથી જ આપણે કહીએ છીએ કે કય
હે વીતરાગ ! હે જગદ્ગુરૂ ! તમે જયવંતા વર્તો.
વળી જો કે આ જયંતી ઉજવવાની પદ્ધતિ પાશ્ચાત્ય લોકની છે, છતાં તેવો વિચાર તે આપણું આ દેશમાં પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આપણે પ્રભુના જન્મદિવસને કલ્યાણક તરીકે લેખીએ છીએ. કલ્યાણ એટલે પવિત્ર દિવસ અને તે દિવસે આપણે તે પ્રભુના નામનું સ્મરણ કરીએ છીએ, તેમના ગુણનું યશોગાન કરીએ છીએ. માટે આમાં કાંઈ નવીન નથી; અને આવી જયંતી ઉજવવામાં આપણે આપણા પૂર્વજોના વિચારોનું અનુકરણ કરીએ છીએ.
આવા મેળાવડાથી અનેક લાભ છે. આપણને તેમના ગુણનું કીર્તન કરવાને વખત મળે છે, અને બીજા લોકોને પણ તેમના ગુણે અને તેમના ઉમદા કર્તવ્યો જાણવાને પ્રસંગ મળે છે.
હવે આપણે મુખ્ય વિષય પર આવીએ તે અગાઉ જણાવવું જોઈએ કે કેવળ ગુણેનું વર્ણન મનુષ્યો પર ભારે અસર કરી શકતું નથી. તમે હજાર વાર સત્ય બોલવાને ઉપદેશ આપો તેના કરતાં એક હરિશ્ચંદ્રનું દાન્ત વધારે અસર કરી શકશે. તમે વિષય વાસનાથી બચવાને ગમે તેટલે બોધ આપે તેના કરતાં મહાત્માશ્રી સ્યુલિભદ્રનું દષ્ટાન વધારે પ્રબલ છાપ પાડનાર નીવડે તેમાં કાંઈ નવાઈ નથી. અભિમાન ત્યાગે, માનને છોડી દે એવું વારં વાર પોકારવાનો જે બેધ અસર કરે તેના કરતાં બાહુબલીને તેમની બહેન સુંદરીએ કહેલું એક વચન-વિરા ગજથી ઉતરો-એ વધારે સચેટ છાપ પાડી શકશે. અગ્નિની સાડી વડે પિતાના જીવિતનો નાશ કરવા આવનાર સસરા ઉપર પણ જેણે જરા સરખો પણ ક્રોધ કર્યો નથી એવા ગજસુકુમારનું દષ્ટાંત કેનાપર ક્ષમાની અસર નહિ કરી શકે ?
આ ઉપરથી સહજ જણાશે કે મહાપુરૂષો એ જ્વલંત છાત છે અને તેમના ગુણ કથન કરવામાં આપણે આપણી કૃતજ્ઞતા બતાવીએ છીએ, અને જે તે ગુણેનું પથાશક્તિ અનુકરણ કરવામાં આવે તે લાભ આપણને જ છે.
મહાન પુરૂષનો એકાદ ગુણ પણ આપણે પર સ્થાયી અસર કરે છે, તે પછી જે મહાન આત્મા સર્વાગ સંપૂર્ણ હોય તેનું ચરિત્ર આપણને ઉચ્ચ માર્ગ તરફ જવાને પ્રેરે એ સ્વાભાવિક છે.
મહાવીર પ્રભુ જ્ઞાનમાં, પવિત્રતામાં, દયામાં, સ્વાર્થત્યાગમાં, આત્મસંયમમાં, માતાપિતાની ભકિતમાં અને વિશ્વ ઉપર ઉપકાર કરવામાં વિગેરે સર્વ ગુણમાં સંપૂર્ણ હતા. તેમનું સંપૂર્ણ ચરિત્ર આ ટુંક સમયમાં આપણે શી રીતે જીવી શકીએ? આજે તે તેમના ઉચ્ચ ચારિત્રમાંથી આપણે થોડાક મુદા વિચારીશું.