________________
બુદ્ધિપ્રભા.
વળી જોધપુર ખાતે ગત વર્ષમાં જન સાહિત્ય સંમેલન થયું હતું. શ્રી ચાથી ગુર્જર સાહિત્ય પરિષદમાં શ્રી યશવજ્યના જીવન ચરિત્રને વિદત્તા ભર્યો નિબંધ મોકલી સાહિત્યની દિશા તરફ જૈન પ્રજાનું લક્ષ ખેંચનાર આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી તથા બીજા કેટલાક જૈન બાંધવે પછી આવી દિશામાં આજ પ્રથમ પ્રયાસ હતો. જેને કોમના વિદ્વાન સાધુઓ તેમજ જન વિધાનના એકસંપથી આવા મેળાવડાઓ ઘણા થાઓ એવું ઈછીએ છીએ. આ સિવાય જૈન કોમમાં બનેલા અનેક સારા બનાવની આ પત્ર નેંધ લે છે ને એવા ઉત્તમ બનાવ હમેશાં બનતા રહે એવી ઇચ્છા ધરાવે છે.
ગત વર્ષના લેખકોમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિની જાહેર સેવાઓ જગવીરીત છે, તેમના ઉત્તમ લેખે પૈકી સાધર્મિઓની ભક્તિ, ક્ષમાપના પત્ર, ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ, લેખ ને લેખો આદિ લેખે ઉત્તમ હતા. લેખકો ને લેખ-નામના લંબાણુ લેખ તથા પૂર્વાચાર્યોએ કરેલા સાધુઓ માટેના કાયદા, નામના લેખોએ બેશક વાચકને ઉત્તમ વાંચન પુરૂ પાડયું છે. તેમને પ્રાચીન જૈન ગુર્જર ભાષાને શોખ કોનાથી અજાણ છે? શ્રી વિજનસેન સૂરિશ્વરના સમયના સમર્થ લેખકની આત્મ શિક્ષાનું પાન તેમણે હમણું વાંચન~ાચીન ગુર્જર ભાષામાં જેને સાહિત્યનામના મથાળા હેઠળ કરાવા માંડયું છે. તેમની કલમ આ વર્ષમાં પણ તેવું જ વાંચન પુરું પાડયાં કરશે એવી આગ્રહ પૂર્વક વિનંતિ છે.
અન્ય લેખોમાં નુતન સંખ્યાએથી લખતાં રા. પાદરાકરની સેવા અભિનંદનીય છે. તેમના ધણુ લેખે પૈકી-સ્મરણુ શક્તિ, સંદર્ય પ્રાપ્તિને સર્વોત્તમ ઉપાય, સ્વદારા સંત સૂક્ષ્મ પ્રેમ અને સ્થૂળ પ્રેમ આદિ ઉગી લે તયા સુલલિત કાવ્યોએ ઠીક ફાળો આપ્યો છે. તિદુપરાંત શેઠ જેસિંગભાઈ પ્રેમાભાઈ, રા. શંકરલાલ ડા. કાપડીયા, રા. દિલખુશ, રા. પિપટલાલ કેવળચંદ, રા. લિ. કે. દલાલ, રા. ગોધાવી નિવાસી માસ્તર ભેગીલાલ મગનલાલ બ્રાહ. રા. માવજી દામજી, વકીલ વર્ધમાન સ્વરૂપચંદ, રા. વૈરાટી, રા. એક “જૈન ગ્રેજ્યુએટ”, મુનિ માણેક, આદિ લેખકેએ પિતાના લેખ દ્વારા સારી સેવા બજાવી છે. અત્યંત આનંદ વાર્તા છે કે અજ્ઞાનતાના અંધકાર ભર્યા સ્ત્રી સમાજ રૂપી વાદળામાંથી કેટલીક ભગીની લેખકોએ દેખા દીધી છે. “એક સ્ત્રી ”ને મનુષ્ય નામને મનન કરવા લાયક લેખ બહેન સમરથ કુલચંદનો સ્ત્રીઓએ શા માટે ભણવું જોઈએ.” તે નામને લેખ તેમજ બહેન વહાલી વીરચંદને સ્વધર્મ બંધુઓ પ્રત્યે વિનંતિ, આદિ સ્ત્રીના લેખ વાંચી-ખા પ્રયાસથી કયા જૈન સમાજ હિતેચ્છુ બાંધવને આનંદ નહિ થાય? ભગીનીઓને આ દિશામાં પ્રયત્ન જોઈ હર્ષાશ્ર આવે છે અને અમે તેવી ઉછરતી લેખક ભગીનીઓને ખાસ સહૃદય આમં. ત્રણ કરીએ છીએ તેમણે પોતાના લેખો હમેશાં અવશ્ય મેકલી આપવા.
આ માસિક અખત્યાર કરેલી સમાન દષ્ટિની રીતનું ઘણે અંશે પાલન થયેલું વાંચ શે. નિંદા વીકથા તથા ગાલીપદાન કરવા જેવા આક્ષેથી તે દુર થયું છે. નીતિ, દયા, પ્રેમ, સ્વધર્મ, તત્વજ્ઞાનના ઉચ્ચ સિદ્ધાંતે, આધ્યાત્મિક જ્ઞાનનું ગુંજન તથા કથા વાર્તા તેમજ બધપદ સુલલિત કા યથાક્રમે તે અવશ્ય આપતું રહી મક્કમપણે પોતાની સેવા બજાવે ગયું છે ને નવીન વર્ષમાં તેવીજ, બલકે તેથી પણ વધુ પ્રમાણમાં પિતાની ફરજો બજાવે જાય એવું બને પરમાત્મા પ્રત્યે યાચે છે.
આ માસિક છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે એટલે તે એક બાળકજ છે. કાલુ કાલુ બેલી પડતું આથડતું બાળક જેમ દુનિયામાં આગળ વધવા પ્રયત્ન આદરે તેમ આ બુદ્ધિપ્રભા