________________
મારૂં ગત અને નવિન વર્ષ પ્રવેશ.
રૂપી બાળક પોતાની ફરજ યથાશક્તિ બજાવી પિતાના કર્મક્ષેત્રમાં આગળ વધે છે. વાંચકોને તે સંપૂર્ણ આનંદનો નહિ આપી શકે, તે પણ
તમ પાસ ધયું પ્રીય બધુ ગણે, અમ જીવન કોકીલ બાલક આ; સુર “શૈશવમાં–ન મધુર હશે,
ગણ તદપિ, પ્રીતિ પાત્ર સદા-” એમ જાણી તે પ્રત્યે અમી નજર રાખશે.
જેવી રીતે મહાસાગરમાં અનેક નાનાં મોટાં મોજાંઓ અને તરંગે ઉઠે છે તેવી જ સતે સર્વ નાના મોટા વર્તમાનપ તથા ચેપનીઓ સાથે સ્વધર્મ-આત્મધર્મના અંતરગૂઢ પ્રવાહથી એક નાના તરંગ સમાન આ બુદ્ધિપ્રભા પત્રનું ફુરણ થવા પામ્યું છે. એ નાનું છતાં સ્વધર્મ, ન્યાય, નીતિ, તત્ત્વજ્ઞાન તથા સાહિત્યનું સ્કરણ છે. એ બાળક અને અપરિપકવ છતાં, તેની ભવિષ્યની સર્વ કળાઓ તેની અંદરજ અંતરભાવ પામેલી છે. એ નાનું મોટુંએ કંઈક પિતાને પાઠ ભજવી રહ્યું છે. ભારતવર્ષમાં ઉઠેલા મહાન ગંભીર બનીમાં પિતાના નહિ જેવા નાદથી પણ કંઈક ટહુકા કરી રહ્યું છે. ગત વર્ષમાં એણે શું કર્યું છે તે ગત વર્ષના તેના અપરિમીત-પરિશ્રમ પરથી ૨૫ણ સૂચન થશે. પિતાના ઉદેશને અંગે જુદી જુદી પ્રકૃતિના લેખધારા એણે જુદા જુદા નાના મોટા લેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમાં કેટલીક અપરિપકવતા જણાઈ હશે પણ ક્રમે ક્રમે તે ગંભીરતા ધારણ કરતું જશે એવી આશા છે. અમને દઢ વિશ્વાસ છે કે એનું જીવન સત્યમૂલક હોવાથી દરેકના હદયમાં તેને માટે હેલો, મોડે પણ આદર ઉત્પન્ન થરો જ અને તેજ પ્રમાણે ગત વર્ષમાં કેટલેક અંશે બન્યું છે.
ગત એ ગત છે, હવે ભવિષ્યની કર્મભૂમિમાં તેને પ્રયાણ કરવાનું છે. દરેક વસ્તુની ઉત્પત્તિની સાથે જ તેનું ભાવિ નિર્માણ થયેલું જ હોય છે. તે તે પ્રમાણે પોતાના પ્રયોગ ભજવે છે. chance અકારણુ બનવા જેવું કંઈ છે જ નહિ. અજ્ઞાનતાને લઈને જ આપણે chance કહીએ છીએ. વાસ્તવિક રીતે દરેક વસ્તુની જીવન ક્રિયામાં તેને તુ હોય છે, અને તે હેતુ અનુસારે જ તે પોતાનું વર્તન કરે છે, બુદ્ધિપ્રભા પણ તે અનુસાર પિતાના નિર્ણત માર્ગે ચાલ્યું જશે અને તેને સોંપાયેલું કાર્ય (Mission) તે પૂરું કરશે.
ભારતવર્ષને જન સમાજ જાણે નવિન યુગમાં સંચરે છે પણ નવિન સૃષ્ટિને હજી આરંભ કાળ છે. ભારતભૂમિના આ સમાજને નવિન જીવનને નવિન રસાયણ સિંચતા રહેવાની જરૂર છે. અને તે કામ યથાશક્તિ ભાગે પડતું બુદ્ધિપ્રભા કરશે. વીરભુના સંતાનેના હૃદયને એ રસાયણુના અનેક પ્રકારના પટ તે દેતું રહેશે. વૃંદાવનની લતાકુની માફક જન બાંધનાં એક બીજાઓનાં હદય, એક બીજા સાથે દઢપણે ગુંથાય, એવી બધુ બાવની ઉડી જઇ તે બધામાં નાંખતું રહેશે. ધર્મ સિવાય જીવનનું પણ નથી, એવો અંતર નાદ કરી, તેની સાથે જ ધર્મ છવન તે ઉચ્ચ ચારિત્રમાં રહેલું છે, આત્માના પૂર્ણ વિકાસમાં તે સમાયેલું છે, નીતિ નિયમોથી સૂવર્ણ બેડીમાં તે, ગુંથાયેલું છે, અને સત્ય wામ ધર્મના પડે પડે તે વેરાયેલું છે, એવું તે સર્વને કળાવશે. ભિન્ન ભિન્ન પ્રકૃતિની વ્યક્તિ એને માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિએ બધાને માન્ય કરાવશે. તે બધાને દઢ કરાવશે કે યોગ્ય સંસાર સુધારણ એ જેને સમાજનું આરોગ્ય છે. તે સર્વેને સ્વીકારાવશે કે આત્મરમાણુતાને