Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ સંસારમાં સ્વર્ગ. ૧૫ સુંદર ભાર્યા, પિતાના પતિની પ્રસન્નતા મેળવવા-સુખ દુઃખની સાથી હોય, ત્યાં આગળ સ્વર્ગનાં સુખ શા હીસાબમાં છે? અરસપરસ ચોગ્ય ગુણવાળાં દંપતી (યુગલ)ના સુખની અદેખાઈ સ્વર્ગમાં વસનાર દેવોને પણ પળભર થવી જોઈએ. મધુર શબ્દો બોલતાં-નિદેવ આનંદમાં કોલ કરતાં-સ્વચ્છ અને સંસ્કારી સુંદર બાળકોને આંગણામાં રમતાં જે કેની આંખે ઠરતી નથી? કોને અંતરાત્મા પ્રસન્ન થતો નથી? કોના હૃદયમાંથી પ્રેમના ધબકારા થઈ નેહમૂર્તિ-બાળકોના ઉપર આશિવાદ હળતે નથી ? કેણ પિતા અને માતાનાં નેત્રા નિષ-ભવિષ્યની પ્રજાને સંસ્કારી જોતાં, છૂપી રીતે પ્રેમ સુચવતાં નથી ? જ્યાં ઉત્તમ રીતે શણગારાપલા ગૃહમાં પ્રેમદેવતાનાં દર્શન થાય છે, દુઃખીઆનાં દુઃખ દુર જાય છે. અનાથેની યથાશક્તિ રક્ષા થાય છે, પરોપકાર જીવનમંત્ર ગણુાય છે, અજ્ઞા નતા દુર જાય છે, તે ગ્રહ શું સ્વર્ગ નથી? જ્યાં પૂર્ણ પ્રેમ વસે છે ત્યાં સાક્ષાત સ્વર્ગની જ લીલા થઈ રહે છે. આ સંસારને સુખધામ કરવાને કેને પ્રતાપ છે? જેના ખળામાં રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી, અર્જુન અને ભીમ રમ્યા હતા. વાલ્મીક, વિશ્વામીત્ર, ગૌતમ, વ્યાસ, કણાદ, પતંજલી અને મનુ સમાન બુદ્ધિમાન અને પરોપકારી અષિ મુનીઓ-મહર્ષિઓએ નિર્દોષતાથી બાળપણમાં જ સંસ્કારી માતાઓના સંસ્કાર ગ્રહણ કર્યા હતા. મહાત્મા વીર, બુદ્ધ, શંકર, જીસસ ક્રાઈસ્ટ, મહમદ પૈગંબર, વિવેકાનંદ, કબીર, નાનક, આદિ ધર્મ વીરો કે જેમણે તેમને સ્વર્ગ પ્રાપ્ત કરવાનો ઉપદેશ કર્યો તેમને સ્ત્રીઓએ જ જન્મ આપ્યો હતે. આ સુખધામના ચિત્રોને સઘળો પ્રતાપ સ્ત્રીઓનેજ છે, જે કુટુંબમાં અગર ગૃહમાં સ્ત્રીઓ હમેશાં આંસુ સારી શ્રાપ વરસાવે છે ત્યાં કુદરતની અવકૃપા ઉતરે છે. જ્યાં સ્ત્રીઓ પ્રેમમયી અને સુખી હોય છે, ત્યાં જ સ્વર્ગનો આનંદ છે. આપણું સ્વર્ગ આપણું સંસારમાં જ છે. સ્ત્રીઓ પ્રત્યે પ્રેમને માનની દષ્ટિથી જેણુ તેમના પ્રત્યેના હલકા વિચારોને દુર કરો. જેના ઉદરમાંથી જ્ઞાની પ્રજા ઉત્પન્ન કરવી છે, તે માતાઓને અજ્ઞાન રાખવાને અવળે હેમ ભુલી જાઓ. કડવાં મૂળમાંથી મીઠાં ફળ કવચિતજ થશે, કેળવણથી ઉદ્ધત થઈ, ગૃહ સંસારમાં નિરૂપયોગી થશે તેમ ન માનતાં ગૃહને સુખધામ બનાવવાં હોય, તે સ્ત્રીઓનાં સંકુચીત જીવનને ખીલવો. “માતાના જીવતાં દિક્ષા લઈશ નહિ ” એવા માત પ્રેમ ભર્યા અમૃત વચને, જે માવડીની માયાળુ લાગણુએ, શ્રી વીર પ્રભુ પાસે ઉચરાવ્યાં હતાં. એવી માતાઓજ તમોને સંપૂર્ણ શાંતિ-સુખને સ્વર્ગ આપશે. સ્ત્રીઓનાં શરીર છતવા કરતાં, તેમનાં હૃદય જીતવા પ્રયત્ન કરે. અખુટ પ્રેમને કરો વહન કરશે. જેમાં અમૃતનાં પાન સમાશે, એક વિદ્વાન જણાવે છે જે “ સ્ત્રીઓ નીતર પ્રેમ દ્વારા શિક્ષણ આપે છે, પુરષ એ જન મંડળનું બુદ્ધિમાન મન છે પણ સ્ત્રી તેનું પ્રેમસ્થાન હૃદય-પુરૂષ જનમંડળનું બળ છે પણ સ્ત્રી તેનું લાવણ્ય આભૂષણ તથા સુખ છે. સુશીલ માતાઓ અને ચારિત્રવાન ઉત્તમ ગૃહિણુઓ ઉત્પન્ન કરશે તો સ્વર્ગ શોધવાની પીડા પતી જશે. દેશ નદનવન થશે, પ્રજ વિહાર કરનાર દેવતા થશે અને અસાર મનાતે સંસાર-પુનઃ સુખધામ-સ્વર્ગ થશે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36