Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ પ્રતિજ્ઞા પાલન. ૫૭. તેથી તેમના વચનમાં લેકને વિશ્વાસ પડતો નથી, પામર જીવો બેલીને પાછું ગળી જાય છે. જે મનુષ્યો કરેલી પ્રતિજ્ઞા પાળવાને આત્મશક્તિ ધરાવી શકતા નથી તેઓ પોતાના આત્માને પોતાના હાથે હલકો કરે છે અને તેથી તેમાં તેમને ભાર જ પડતો નથી. મન્દ વીર્યવાળા છ ઘડી ઘડીમાં પ્રતિજ્ઞાઓ કરે છે અને જરા વારમાં પ્રતિતાને લોપ કરી પ્રગતિના માર્ગમાં પિતાના હાથે કાંટા વેરી પિતાનું જીવન ખરાબ કરે છે. બાળ જીવ સિંહની પકે શૂરા થઈ પ્રતિજ્ઞા કરે છે અને શ્વાનની પઠે પ્રતિજ્ઞાને પાળવા સમર્થ થતા નથી. બાળછો જેમ આવે તેમ બોલે છે અને પિતાને સ્વાર્થ સાધવા અનેક પ્રકારની વિશ્વાસ પમાડવાને વાણીરચના કરે છે પણ તેઓ અને સ્વાર્થ સાધક હોવાથી સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે અને પિતાની પેઠે અન્ય જીવોને પણ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાને દાખલો આપે છે. જે મનુષ્પો બોલે છે કંઇ અને કરે છે કંઈ તે મનુષ્યો પ્રતિજ્ઞા શબ્દની સ્મિત કરવા સમર્થ થતા નથી તે તેનું પાલન કરવા તે કયાંથી સમર્થ થઈ શકે. જે મનુષ્ય ભાષાઓનું જ્ઞાન ધરાવત નથી પણ જે પ્રતિજ્ઞા કરે છે તે પાળે છે તે મનુષ્ય ખરો પ્રમાણિક સમજવો. જે મનુષ્પ બલી બેલીને ફરી જાય છે અને પોતાની જાતને છેતરે છે તે પ્રતિજ્ઞાભણ થએલ હેવાથી તેની વાણીમાં કોઈને વિશ્વાસ રહેતો નથી. લક્ષ્મી મળવાથી વા સત્તા મળવાપી વા વિદ્વાન થવાથી પ્રતિષ્ઠા થતી નથી પણ બોલ્યા પ્રમાણે ચાલવાથી મનુષ્યની ગમે તેવી દશામાં પ્રતિષ્ઠા પડે છે અને તે જગની આગળ હીરાની પેઠે પ્રકાશી નીકળે છે. પ્રતિજ્ઞા પાળવાથી જે શોભા મળે છે તે ધન-સતા વા વિદ્યાથી મળતી નથી. પ્રતિજ્ઞા પાલન કરવાથી આત્માની ધર્મશક્તિ ખીલે છે અને તેથી મનુષ્ય પિતાનું નામ જગતમાં અમર મૂકી જાય છે, પ્રતિજ્ઞાની કિસ્મત આગળ ધન, રૂપ, ફૂલ, અને સત્તાની કંઈ પણ કિસ્મત નથી. પ્રતિજ્ઞા પાલન કર્યા વિના મનુષ્ય અન્ય લોકોને પોતાની ઉપર વિશ્વાસ બેસાડી શકતો નથી. પ્રતિજ્ઞા પાલન કરવા માટે અનેક વિપત્તિ સામું લડવું પડે છે અને અનેક દુઃ ભોગવવા પડે છે. પ્રતાપરાણુને પ્રતિજ્ઞા પાલન કરવામાં અનેક દુઃખ નડ્યાં હતાં. પ્રતિજ્ઞા પાલન કરવામાં દુર્જન તરફથી ઘણું વેઠવું પડે છે અને નિરાશામાં પણ આશાનું અવલબન કરી જીવન ટકાવવું પડે છે. પ્રતિજ્ઞાના શબ્દો બોલવા એ રૂપા જેવા છે પણ પ્રતિજ્ઞા પાળવી એનો રત્ન કરતાં ઘણી કિસ્મતી છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં આત્મબેગ આપ પડે છે અને દુઃખની સાથે મિત્રી કરીને રહેવું પડે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં મમત્વને દેશવટ દેવે પડે છે અને સંકટ વેઠવા રૂપ તપ કરવું પડે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં અનેક ઈચ્છાઓ અને સ્વાર્થોને દેશવટો દેવામાં આવે છે અને આત્માનું કાર્ય ખરેખર પ્રતિજ્ઞાની સિદ્ધિ તરફ વાળવામાં આવે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં તન મન અને ધનને ભોગ આવે પડે છે અને પ્રાણને પણ હિસાબ ગણવામાં આવતો નથી. પ્રતિજ્ઞા પાલન કરનાર મનુષ્ય મહાકાર્યો કરવા સમર્થ થાય છે. નાની નાની પ્રતિજ્ઞાને પણ જીવ સટોસટ માનીને તેની સિદ્ધિ કરવા જેઓ આત્મવીર્યને ઉપયોગ કરે છે તેઓ પોતાના આત્માને સત્યના માર્ગમાં લઈ જાય છે અને જપ-લક્ષ્મી અને સુખને પિતા. ના હસ્તગત કરે છે. લાખ શબ્દો બેલ્પા કરતા થડા શબ્દ બેલવા પણ બોલ્યા પ્રમાણે વર્તન રાખવા પ્રયત્ન કરે એજ શાન્તિ ખીલવવાની મૂળ કુંચી છે. લાખે સાબ્દોથી જે કાર્ય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36