Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ સમરાદિત્યના રાસ ઉપરથી, ૫૮ એટલે સિદ્ધાંતના પાર પામેલા આચાર્ય ભગવંતોને સઘળું જ્ઞાન હોય છતાં પણ પ્રમાદને વશ થાય ત્યારે તેમની પણ ભૂલ થઈ જાય તે પછી સામાન્ય જ્ઞાનવાળાની ભૂલ થાય તેમાં શું નવાઈ છે ! પણ મુખ્યતો એ જોવાનું છે કે જ્યાં સુધી તે ભૂલનું સમાધાન ન થાય અને તે ભૂલથી જેનું નુકશાન થયું હોય તેની સમાધિ ન કરાવાય ત્યાં સુધી ભૂલ કરનારને નિદ્રા પણ આવતી નથી અને પથારીમાં તરફડીયા મારવાં પડે છે તે પ્રમાણે એ ગુણ રાજાએ આખી રાત્રી જેમ તેમ કાઢી. સવારમાં તપાવીઓના રથાનમાં આવી તપસ્વીઓના દર્શનનો લાભ લીધે અને તાપસેનાનાયકના ચરણમાં મસ્તક નમાવી વારંવાર પોતાને અપરાધ યાદ કરી ક્ષમા માગતા હતા અને મુકતા હારના ઉજવળ મુકતા ફળ સદશ અસુિ તેની આંખમાંથી તપસ્વીના નાયકનાં ચરણ ઉપર ટપકતાં હતાં. શિષ્યના કહેવાથી જો કે ગુરૂજી જાણતા હતા તે પણ રાજા આટલો બધો પશ્ચાત્તાપ શા માટે કરે છે તેનું ગુઢ રહસય જાણવા માટે તેને ધિર્ષ આપી હકીકત પૂછવા માંડી ત્યારે રાજાએ છાતી કાર કરી રવું બંધ કરી પોતાના મંદવાડને અને પ્રમાદનો અધિકાર કહી બતાવ્યો અને તેની સાથે પોતાના પ્રમાદથી મહાન તપસ્વીને થએલું અસમાધિનું પણ કારણ કહી બતાવ્યું પણ જ્યારે તપસ્વીના બે માસના ઉપવાસનું વર્ણન કહેવા માંડયું ત્યારે તેની છાતી ભરાઈ આવી અને મહા મહેનતે સઘળી હકીકત પૂરી કરી. રાજાના પૂર્ણ પશ્ચાત્તાપથી તથા તેની આંખમાં આંસુના અતિ દયાજના દેખાવથી ગુરૂનું હૃદય પણ પીગળી ગયું અને રાજાને દિલાસ આપવા છતી કઠણ કરી કહ્યું કે હે ઉપેન્દ્ર શેય ન કર. પ્રમાદ છદમરતને લાગેલોજ છે અને મંદવાડમાં થયેલી ભૂલ ગણતરીમાં લેવાતી નથી માટે તેમાં તારો દોષ નથી પણ તારા લીધે તે તપસ્વીને બેવડી તપશ્ચર્યાને મોટો લાભ થાય છે. તેમ તેની સમાધિમાં કે પ્રતિજ્ઞાને કશો પણ બાધ લાગવાનો નથી. શુદ્ધ અને સરળ હથથી તપસ્વીઓના નાયકે રાજને દિલાસે આવ્યો હતે. તથા શિષ્યના કરેલા રાજા સંબંધી અપરાધની ક્ષમા શિષ્ય તરફથી ગુરૂએ રાજાને આવા છતાં ભૂપાળનું મને સંતોષ પામતું નહેતું ઉલટું તપસ્વીના ઉત્તમ લક્ષણથી અને પોતાના પ્રમાદી વર્તનથી વધારે વધારે ખેદ રાજાને થતો હતો જયારે કોઈપણ રીતે રાજા માનતો નથી તેમ તેની ઉદાસી દૂર થતી નથી અને પિતાના ચરણમથી મસ્તક ઉઠાવતા નથી ત્યારે તાપસ નાયકે રાજાને પૂછયું કે તારૂં મન કેવી રીતે તેણી થાય તે કહે ત્યારે રાજાએ પિતાનો ભાવ પ્રકટ કર્યો કે તે તપસ્વી મહારા હાથથી જ્યારે પારણું કરશે ત્યારે મને સંતોષ થશે. ત્યારે ગુરૂએ તે રાજાનો પૂર્ણ ભાવ અને અત્યંત પશ્ચાતાપ લે ત્યારે તે સંબંધમાં તપસ્વીને શિષ્યની સલાહ લેવા માટે બોલાવ્યો. બાળકોએ માતા પિતાની, પત્નીએ પતિની, અને વિદ્યાથીએ અધ્યાપકોની તથા પ્રજાએ રાજાની, આશાશારીરના છત્ર માફક સ્વીકારી લેવી જોઈએ ત્યારે આવો મહાન તપસ્વી શા માટે ગુણના વચનને ઉલંઘે ! શિષ્ય અને ગુરૂ બંને પોતપોતાનું મહત્વ જાણી લેવાને યોગ્ય હોવાથી રાજાને સંતોષ કરવા સુધેિ તે સમયે તે વાત અંગીકાર કરી અને રાજાને બંને એ વિચારીને કહ્યું કે હે મહા ભાગ! તું ખેદનકર, તારા ઉપર કિંચિત પણ કાધ કે દેવ નથી પણ તારી ભક્તિ તથા વિનયથી સંતોષ પામી તને સંતોષ થશે તેવી રીતે પારણું આવતી વખતે ત્યારે ત્યાં થશે આ પ્રમાણે ગુરૂશિખે તેને સંતોષથી જ્યારે રાજાનું આમંત્રણ તપસ્વીના પારણા માટે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36