Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૫૮ બુદ્ધિપ્રભા. ગયો હતો અને હવે તેણે બીજે જવાનું માંડી વાળો પારણું કર્યા વિના જ બીજ માસના ઉપવાસ કરી લીધા હશે. આવેલા અતીથિને આદર આપવો એ સજજનતાનું લક્ષ છે પણ આમંત્રણથી લાવેલા ને તે વિશેષ પ્રકારે ભક્તિ કરી સંત જોઈએ, તેમાં પણ સંસારથી વિરક્ત અને મહાન તપસ્વીને આમંત્રણ આપેલાને કેવી રીતે આદર આપવો જોઈએ તે તે આમંત્રણ કરનાર કે વિદ્વાન માણુસજ જાણી શકે છે પણ અજાણ્યા અને કમ બુદ્ધિના રાજ્યના નકશે તે કેવી રીતે તેનું મહત્વ સાયવીશકે? માન આપવાનું કે આદર આપવાનું તે દૂર રહે પણ સામાન્ય ભીક્ષુક માફક પણ જો તેને ખાવાનું આપ્યું હેત અથવા જમવા બેસાડ્યો હેત અને દૂધ પાકાદ શ્રેષ્ટ ભજનને બદલે સાદું ભોજન બાજરી જુવારને રોટલો પણ આપ્યો છે. તે ઘણું સારું થાત કારણ કે એક એક માસના નિરંતર ઉપવાસ કરનાર ને મારા પ્રમાદથી એક માસના ઉપવાસના પારણાને દીવસે જે પારણ નહિ થયું તે સામટા બે માસના ઉપવાસ થશે તે તેમને શરીરે અત્યંત અશકતતા થશે તે ભવિષ્યમાં તેમની પ્રતિજ્ઞાનો નિર્વાહ થતી મુશ્કેલ થશે, વળી સુધાવેદની સહન ન થતાં અને પ્રતિજ્ઞા તોડી ન રોકાવાથી તેમના મનમાં ખેદ થશે અને કોધ ઉત્પન્ન થશે તે તેમની સમાધિમાં ભંગ થશે તે સધળાને દેષિત હુંજ થઇશા. મારા જેવો જગતમાં દુર્ભાગી કાઈ નથી કે જેણે અનાથ એવા દ્વીજપુત્રની દયા લાવવાને બદલે તેના ઉપર અતિનિંદનીય બાળ ચણા ચલાવીને અપમાન કરાવી, માર મરાવી, બુરા હાલે વનવાસ કરાવ્યો અને એકતમાં ઘોર તપશ્ચર્યા કરનારા, પરમેશ્વરની ભકિત કરનારા અને આમ રમતામાં લીન થએ. લા વૈરાગ્ય દશાએ રંગિત થએલાની સમાધિ તોડાવી પ્રતિજ્ઞા ભંગ થવાના કારણુરેપ થયો છું. એ મહાન પાપથી મારી ભવિષ્યમાં દુર્ગતિ થવાની છે તે તે દૂર રહે પણ અહીં પણ એ તપસ્વીની સમાધિ નષ્ટ થતાં ક્રોધ ઉત્પન્ન થતાં આ અપરાધની સાથે મારે પૂર્વે ને અપરાધ પણ યાદ આવતાં તેની શિક્ષા થવા માટે મને શ્રાપ આપશે તો આ ભાવમાં પણ અત્યંત દુઃખ પામીશ અથવા તેના પ્રગટ થએલા ક્રોધાગ્નિથી ત્યાં રહે રહે પ થોડીવાર સુધી રાહ જોઈ તેજ્યુશ મૂકી મને બાળી નખશે. રાજાનું અંતઃકરણ ધણું કેમલ હતું. શત્રુ પ્રાયે જો કે તે સૂર્ય માફક અંત નિષ્ફર પ્રતાપનાં કીરો ફેંકતે હતા પણ પૂજ્ય પુરૂષો ઉપર તેની અત્યંત ભક્ત હતી. તેમ સુબુદ્ધિવડે પોતાની ભૂલને સારી રીતે જોઈ શકતો હતો. ગરીબોના, અપંગોના, અનાથોના દુઃખોથી તેનું અંતઃકરણ વારંવાર પીગળી જતું હતું. કોઈ પણ માણસ સૃષ્ટિમાં ભૂખે ન સુએ તેને માટે તેણે પૂરતી તજવીજ રાખી હતી. તે કૃપાનિધાન મહીપાળ મહાન તપસ્વીને ભૂખ્યા રહેવાદે એ બનવું જ અશક્ય હતું પણ પોતાના પ્રમાદથી અને પછી શરીરમાં શૂળની અશાતાથી પારણાનો દિવસ વીતી જવા આજે હતો અને તેના શરીરે જ્યારે શાતા થઈ અને ભાન ઠેકાણે આવ્યું અને વિચાર કરવાને વખત મળે ત્યારે પાછો પહેર વીતી જવા આવે તો તેવા વખતે જવાથી કોઈ ફાયદે થાય તેવું નહોતું કારણકે જતાં રાત્રિ પડી જાય અથવા જોરથી રથ ચલાવી જાય તે તપસ્વીને પાછા આવતાં રાત્રિ પડી જાય અને તેવા તપસ્વી ને રાત્રિએ ભજન કરવાનું કે બહાર જવાનું અનુચિત હતું તેથી રાજાએ તે દિવસે અતિ ઉલટ છતાં પણ પ્રતિકુળ કારણોથી બીજે દિવસે પ્રાત:કાળે તારી પાસે જવાનું નક્કી કર્યું હતું. ઉત્તમ પુરૂષોને પણ જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી શ્રત કેવળ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36