________________
આમ લાધા.
૧૮૧
તાથી કેવળ અબાધ્ય છે. આ પ્રમાદ અને પાપની દુનિયામાં તે કેવળ શુદ્ધ નિશ્ચયથી નિષ્પાપ અને નિર્મળ છે. વાસ્તવિક રીતે નિપાપપાસું-સત્યસ્વરૂપ આત્માને ધર્મ છે પરંતુ તે નિષ્પા૫પણાના ધર્મને છીપમાં રૂપાની બ્રાંતિની પડે અને રજજુમાં સર્ષની મેં ભ્રમથી આપણે વ્યવહારદશામાં આપણા શરીરમાં લગાડીએ છીએ. શરૂઆતમાં હું આટલું પ્રાસ્તાવિક કહી હવે મારા લેખના મળ ઉદેશ પરત્વે વાચકવૃંદનું લક્ષ ખેંચુ છું. હલકામાં હલકા પ્રાણીથી માંડીને ઠેઠ ઇદ્ર સુધી સી ખુશામત પ્રીય હોય છે. સ્વપ્રશંસા વહાલી લાગે છે. દરેકે દરેક જણ ખુશામતના દાસ છે. દરેક જણને પોતાની પ્રશંસા કરાવવાની ઈચ્છા હોય છે. દરેક જણને વાહ વાહ કહેવડાવવાની અને શાબાશી મેળવવાની અભિલાષા હોય છે. દરેક જણ પિતાના સંબંધમાં ઉચે મત ધરાવવામાં ઈચ્છા રાખે છે. તાપમાં તપેલા આદમીને જેમ છાયા શીતળતા આપે છે તેમજ ફાવે તેવા દુઃખમાં પણ મનુષ્ય ને પોતાનાં વખાણ થતાં સાંભળે છે તે તેને પણ ઘડીભર આનંદ થયા સિવાય રહેતો નથી. જે કોઈ મનુષ્ય કંઈ કામ કરતે હશે ને તેના કામના માટે આપણે તેનાં વખાણ કરીશું ને તેને કહીશું કે શાબાશ, શાબાશ, શાબાશ, ધન્ય છે ધન્ય છે, ખમા ખમા, ઘણું ઘણું જીવો આવી રીતના તેના કામ કર્યા બદલના પ્રત્યુપકારમાં આપણે શબ્દોચ્ચાર કરીશું તે તેને સાકર સમાન પ્રોય અને દાક્ષ સમાન મીઠા લાગશે અને એકદમ પ્રેમતરંગના આવેશમાં આવી જશે. ધોડા, હાથી, શ્વાન વિગેરે પ્રાણીઓને પણ જો આપણે તેમની પીઠ થાબડીશું ને કહીશું કે શાબાશ બેટા શાબાશ, તે તે પ્રાણીઓ પણ ગેલ કરવા મંડી જશે અને પ્રેમના તેરમાં આવી જશે. કુતરાઓ પંછડી હલાવશે, ઘોડાઓ ખાંખારશે. હાથીઓ મદોન્મત્ત થશે. આવી રીતે પ્રાણું વર્ગને પણ સ્વપ્રશંસા-ખુશામત પ્રીય હેય છે.
મુદ્રમાં શુદ્ધ આદમીને પણ જેને આપણે સારું લાગે તેવા શબ્દો કહીશું –તેનાં વખાણ કરીશું તો તે પણ આનંદના ઉછરંગમાં આવી જશે. દેવતાઓની પણ જે સ્તુતિ વંદન કરીશું તે તેઓ પણ પ્રસન્ન થશે અને આપણી સેવા બજાવવા તત્પર થઈ જશે. ગધેડાને પણ જો હાથ પંપાળી શાબાશ શાબાશના પિકાર કરીશું તે તે પણ મસ્તાન બની જશે
અને ખુશનુમાં આવી જશે. આવી રીતે સારી આલમમાં સર્વે ઐહિક દુનિયાની લાલસાને બિસ્ત જીવો ખુશામત-સ્વપ્રશંસાને પ્રીય ગણે છે અને ખુશામતનું દાસપણું સ્વીકારે છે. આવી રીતે સંસારી જીવો આત્માના નિષ્પાપપણા-સત્યસ્વરૂ૫૫ણુના ધર્મને ભ્રમથી વ્યવહાર દશામાં પ્રકૃતિના-દેહના ધર્મમાં લગાડે છે. જ્યારે મને હમારા સત્ય સ્વરૂપને સ્વાનુભવ થશે ત્યારે પછી તમે આ શુદ્ર શરીરની મહત્તા મેળવવાની ખાતર કદ વળખાં મારશે નહિ. તમે આ શુદ્ર શરીરને માટે દંભ કરવાનું કદિ પસંદ નહિ કરો, આત્માને મહિમા શરીરમાં આરોપણ કરવાની અને શરીરના પ્રકૃતિના વિકારાદિ ધર્મ સત્યસ્વરૂપ આમાના ધર્મમાં કલ્પવાની આપણે ભૂલ કરીએ છીએ. આ ભૂલ, ભ્રાંતિ અને અજ્ઞાન-અવિઘા એ આ યુવક શરીરનો મહિમા વધારવાનું જ કારણ છે. હું મોટો ગણાઉં. સર્વોપરી ગણુઉ. સર્વત્ર મારો અમલ ચાલે. સર્વ દિશામાં મારી કિર્તિનાં બણગાં ફૂંકાય, સર્વ મને માન આપે હું બેલું એજ પરમેશ્વર બેલ્યા તેમ મારા શબ્દ અધર હવામાં ન ઉડી જતાં તેને તાત્કાલીક અમલ થાય આવી રીતની સંસારરસ્ત પ્રાણીઓને પોતપોતાની શક્તિ મંગો અને સ્થિતિના પ્રમાણમાં સ્વપ્રશંસા કરાવવાની અભિલાષા પ્રાપ્ત થાય છે. હવે