Book Title: Buddhiprabha 1913 03 SrNo 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ બુદ્ધિપ્રભા. ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય, ઉપર બતાવેલ ધમસ્તિકાય અને અધમસ્તિકાય આ બને દ્રવ્યો જૈન દષ્ટિએ પુદગલ નથી. રૂપી પદાર્થમાં જુદી જુદી જાતના ગુણો અને અન્વયો ( સંબંધ ) હોય છે તેવી રીતે આ દ્રવ્યોમાં નથી. આ બે દ્રવ્યોને જૈનોનું તત્વજ્ઞાનજ માન્ય કરે છે. આ બે દ્રવ્યોમાં જે ધમસ્તિકાય છે તે જવ તથા અજીવને ગતિ આપવામાં સહાયભૂત છે અર્થાત ગતિરહાયક છે અને અન્ય ધર્માસ્તિકાય તે જીવને તેમજ અવને સ્થિર રાખવાને અલંબનરૂપ છે. દરેક બાબતમાં આ બન્ને કારણે હેતુઓ માનવાની જરૂર પડે છે તે વિના તમે કંઈ પણ કરી શકે નહિ. આકાશાસ્તિકાય, આકાશ એ એવું કબ છે કે જે પોતાની અંદર સઘળાં દ્રવ્યોનો સ્વીકાર કરે છે અને તે કઈ પણ જાતની વસ્તુ કે પદાર્થ નથી કે તેને સમાવાની જરૂર પડે. તેને સમાવાની જ. રૂર પડે એવો તેનો સ્વભાવ જ નથી. તે સત દ્રવ્ય છે પણ પુદગલ નથી. કાળ, વખત એ બીજાં પાંચ દ્રવ્યોની માફક અવિભાજ્ય અને એક બીજાથી છુટા ન થઈ શકે અર્થાત અભિન્ન એવા પ્રદેશોને રકંધ (સમૂહ) નથી ( અથત બીજા દ્રવ્યોની પેઠે તેને કાલાતિકાય કહેવામાં આવતા નથી.) તેને સગવડતાની ખાતરજ દ્રવ્ય માનવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે તે દ્રવ્યનું રૂપાંતર છે. તે છવ અને અવની વિકૃતિ છે જેના વડે આપણે પૂર્વભાવી, પશ્ચાતભાવી, નવું જુનું જાણી શકીએ છીએ. તે એક વિકૃતિ છે જે બીજો દરેક દ્રવ્યોમાં સામાન્ય છે. વાસ્તવિક રીતે વખત એ દ્રવ્યોની ગતિનું ભજન છે. દ્રવ્યની વ્યાખ્યાઓ. જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં જે જે દ્રવ્યો રહેલા છે તે આપણે કહી ગયા, હવે આપણે તે દ્રશ્યનાં લક્ષણો–-યાખ્યા વિશે કહીશું. તેની વ્યાખ્યા એવી હોવી જોઈએ કે જે દ્રીયગોચર અને દ્રશ્ય પદાર્થો છે તેને તેમજ આત્મા કે જે ઈદ્રીય ગોચર નથી (અર્થાત્ અતીદ્રીય વિષય છે કે તેને પણ અંદર સમાવેશ થઈ જવો જોઈએ. કેઈ પણ દ્રવ્ય ચાર જુદી જુદી રીતે સમજી શકાય છે અને તેથી કરી આ ચાર રીત માંથી કોઈ પણ રીતે તેને નિશ્ચય કરી શકાશે. આ માત્ર વિચારથી સાખે છે તે કંઈ ખરેખરી બીના નથી. વ્યાખ્યા નંબર ૧. વખતની વિષમતા, પ્રદેશ અને પી ગર્ભિતપણે જેની અંદર સાથે રહેલાં છે તેને કબ કહેવાય છે. વ્યાથીક નયની અપેક્ષાએ આવી રીતે બની વ્યાખ્યા કરી શકાય છે, કેઈપણ દ્રવ્યો સમુદાય જે જે પદાર્થોનું બનેલું હોય, તે પદાર્થોમાં ફેર હોય તે છતાં પણ તે દ્રવ્ય સમુદાયમાં અકય માલુમ પડે છે. દાખલા તરીકે–ચેતન્યમય જીવો દરેક અરસ્પરસ એક બીન સાથે એકરૂપ નથી તો પણું તે દરેક આમા છે, તે એક દ્રવ્ય છે. વ્યાખ્યા નખર. ૨. ગુણ અને પર્યાને જે વિષયભૂત કરે છે તે દ્રવ્ય કહેવાય છે. આ વયાખ્યા વસ્તુની સ્થિતિને લઈને અર્થાત પાર્થિકનયની અપેક્ષા છે. સદા દ્રવ્યની સાથે જ તેને ગુણ હોય છે પણ તેના પર્યાય એક પછી એક બદલાયા જ કરે છે. કોઈPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36