________________
બુદ્ધિપ્રભા.
માધ્યમિક્ટ જવી. (લેખક. માસ્તર ભેગીલાલ મગનલાલ શાહ, ગોધાવી.) માધ્યમિક કેળણીની સંસ્થાઓ વ્યાવહારિક કેળવણીની સરથાઓનું એક અતિ અગ ત્યનું અંગ છે. આ કેળવણીની શરૂઆત પ્રાથમિક કેળવણું પૂર્ણ થયા બાદ થાય છે. સામાન્ય રીતે પ્રાથમિક કેળવણીના ચાર ધોરણ પૂર્ણ થયા પછી આ કેળવણી માટે વિદ્યાથીને લાયક ગણવામાં આવે છે. પ્રાથમિક કેળવણીનાં ચાર ધારણ અગર ચારથી સાત ધોરણે પૂર્ણ થયા બાદ અને ઉચ્ચ કેળવણીનાં ચારથી સાત સુધીનાં ધારણાને સમાવેશ માધ્યમિક કેળવણીમાં થઈ શકે છે. ઉચ્ચ કેળવણી લેનારને ઘણા વર્ગ માધ્યમિક કેળવણી લે કેળવણીની પર સમાપ્તિ કરે છે. સામાન્ય રીતે જીવન વ્યવહારને ઉપયોગી થઈ પડે તેવા હુન્નર, ઉદ્યોગ અને ગર વ્યાપાર માટે આટલી કેળવણી પુરતી ગણવામાં આવે છે. શરૂઆતની કેળવણીના જ્ઞાનની અપૂર્ણતા દૂર કરી પાઠશાળા-કોલેજો માં અપાતી ઉચ્ચતર કેળવણી લેવાને માટે વિદ્યાર્થી એને લાયક બનાવવા જેવું ઉપયોગી કાર્ય તેઓ બજાવે છે. વ્યાવહારિક વ્યાપાર ઉદ્યોગો માંજ નહિ પરંતુ હલકા દરજજાની નેકરીઓમાં પણ માધ્યમિક કેળવણીની ઉપાધી ધરાવનાર વિદ્યાર્થીની લાયકાત સામાન્યરીતે ગણાતી હોવાથી ઉચ્ચ કેળવણું આપનારી પ્રય લિત સંસ્થાઓ વિષે કઈક વિચાર કરો એ અતિ આવશ્યક છે.
માધ્યમિક કેળવણીની સંસ્થાઓ “હાઈસ્કૂલ અગર મીડળ સ્કૂલ”ના નામથી ઓળખાય છે; ઘણી ખરી માધ્યમિક શાળાઓ આ ગુજરાતી શાળાઓ તરીકે પણ ઓળખાય છે; કારણ કે તેમાં અંગ્રેજી ભાષા ઉપરાંત ગુજરાતી વિષયે શીખવાય છે. માધ્યમિક કેળવણુંનાં બધાં ધારણ શીખવતી શાળાઓ જેઓ “ હાઈ સ્કૂલ ” ના નામે ઓળખાય છે તેવી સં. સ્થાઓ ઘણે ભાગે મોટાં શહેરોમાં અગર કેળવણીમાં આગળ પડતી ઉચ્ચ કામની ઘણી વસતી હોય એવા ગામે અગર કબાના ગામોમાં અસ્તિત્વ ધરાવે છે. મોટા શહેરોમાં સાધનોની અનુકુળતાથી અને ઉચ્ચ કેમની ઘાડી વસ્તીને લીધે આ સંસ્થાઓ આબાદ હોય એમ દૃષ્ટિએ પડે છે. તેઓમાંની કેટલીક સરકારની મદદ વિના પણ સારી સ્થિતિમાં હોય એમ દૃષ્ટિગોચર થાય છે. એથી ઉલટું કચ્છના ગામોની કેટલીક સંસ્થાઓ સરકારની મદદ છતાં પણ નાણાંની તંગીમાં હોય એમ દષ્ટિએ પડે છે. તેઓમાંની કેટલીએક અવનતિમાં છે. ચાલુ જમાનાની પ્રગતિ છતાં પણ તેઓ કેળવણીની ઉચ્ચતા efficiency માટે પેજના કરી શકતી નથી, એટલું જ નહિ પણ ધણીખરી સંસ્થાઓમાં માધ્યમિક ત્રણે કે ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરાવાય છે. પાંચ ધારો શીખવતી શાળાઓ કાનાં મોટાં ગામોમાંજ દષ્ટિએ પડે છે. આ સ્થળે ત્રણ ધોષ્ણને અપૂર્ણ અભ્યાસ કરાવતી સંસ્થાઓ વિષે કાંઈ ઉલ્લેખ કરવો તે નિરર્થક છે. તે એમાંની જે સંસ્થાએ સાધ્યને લક્ષમાં શખી દરેક વિષય પરત્વે યોગ્ય વજન આપી ધારણ તૈયાર કરે છે તેમને બાદ કરતાં બાકીની સંસ્થાઓ માત્ર અંગ્રેજી ભાષાનું અ૮૫ શબદ જ્ઞાન આપવા પુરતી ગરજ સારે છે એમ કહીશું તો તે અયુકત નહિ ગણાય ! પ્રસિદ્ધ વિદન “ડી” કહે છે કે “આપણે એ સામાન્ય સિદ્ધાંત લક્ષમાં રાખવો જોઈએ કે દરેક શાળાએ અમુક જુદી જુદી બાબતનું શિક્ષણ