Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી નુતરાં દેવાની વિધિ સામગ્રી :- મહાનિશીથ સૂત્રના યોગ કરેલ સાધુએ પડિલેહણ કરેલ સ્થાપનાચાર્યજી - બાજોઠું - પાટલી (બે દાંડી – એક મુહપત્તિ - એક તગડી - એક પાટલી) મોરપીંછનું દંડાસન (બંગડી બનાવેલું, સવળાં પીંછાવાળુ) - ઉજેણી ન આવે તેવું સ્થાન.. સૌ પ્રથમ નુતરાં દેવાના સ્થાનથી ૧૦૦ ડગલાં ચારે તરફ શુધ્ધ વસતિની ગવેષણા કરવી.. (જેમાં કોઈપણ પંચેન્દ્રીય ક્લેવર - હા - માંસ - ચામ - દાંત - રુધિર - વાળ – પરૂં આદિ અશુચી ન હોવી જોઈએ) નુતરાં દેવાની ભૂમિ તૃણ – વાળ આદિ કોઈપણ પ્રકારના કચરાથી રહિત કરવી. પશ્ચિમ દિશામાં દાંડીધર અને કાલગ્રહીએ ક્રિયા કરવાની હોવાથી તે દિશામાં મુખ થાય તે રીતે બાજો પધરાવી સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખી સ્થાપન કરવા.. ત્યારે દાંડીધર સંપૂર્ણ પાટલી વિ. લઈ એક તરફ ઉભો રહે... ૦ ૦ ૦ વિધિ પ્રારંભ ૦ ૦ ૦. પ્રથમ કાલગ્રહીએ મોરપીંછના દંડાસન દ્વારા કાજો લેવો, પછી નાસિકા ચિંતવણી સાવધાન' બોલી દાંડીધર (દક્ષિણ દિશા ભણી) ડાબી બાજુએ ઉભો રહે અને કાલગ્રહી (ઉત્તર દિશા ભણી) જમણી બાજુએ ઉભો રહી જમણા હાથ તરફ દંડાસન મૂકે.. દાંડીધર સ્થાપનાચાર્ય સન્મુખ પાટલી-દાંડી-મુહપત્તિ-તગડીને જુદાં મૂકે... બંને જણ સાથે (કાલગ્રહી-દાંડીધર, સૂત્ર - દાંડીધરે બોલવા) (સર્વ જોગીઓ નુતરાં સમયે માત્ર સાધુ હાજર રહે, સાધ્વીજીની આવશ્યકતા નથી) ખમાસમણ : ઈરિયાવહિયા... તસ્સઉત્તરી... અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયા.’ સુધી...પ્રગટે લોગસ્સ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 94