Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 256
________________ "કૈવલ્ય બીજ શું ? (અર્થ સહિત) (ગોટા છંદ) યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો. ૧ યમ એટલે શું? અને તે કેટલા છે? જીવનપર્યંત વ્રત લેવામાં આવે તે થમ છે. થમ પાંચ છે—અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ પણ પાંચ કહેવાય છે—શૌચ, સંતોષ, તપ, સજ્ઝાય અને ઈશ્વરધ્યાન. (૧) શૌચ-લોભ નહીં તે. આત્માને મલિન કરનાર લોભ છે. બાહ્યથી શરીરની પવિત્રતા રાખે તે બાહ્ય શૌચ. મનમાં રાગદ્વેષ ન થવા દે તે અત્યંતર શૌચ. (ર) સંતોષ એટલે લાભ થાય તેથી રાજી ન થાય અને હાનિ થાય તો શોક ન કરે. (૩) તપ એટલે મનના કહ્યા પ્રમાણે વર્તે નહીં પણ તેની સામો પડે. (૪) સજ્ઝાય એટલે શાસ્ત્રોને વિચારવા સ્વાધ્યાય કરે. (૫) ઈશ્વરધ્યાન એટલે ભગવાનને ભૂલે નહીં. એક ભગ– વાનમાં જ લક્ષ રાખે; ખાતાપીતા પહેલાં ભગવાનને સંભારે. આ પાંચ નિયમો કહેવાય છે. સંયમ : પાંચ ઇન્દ્રિય અને મનને જીતે અને છકાય જીવોની રક્ષા કરે, એમ બાર પ્રકારે સંયમ છે. સંયમમાં સ્વદયા અને પરદયા પાળે. કૃપાળુદેવે ‘અપૂર્વ અવસર’માં કહ્યું છે કે ‘સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.’ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, બહાર ભટકતી વૃત્તિઓને રોકવી તે પણ સંયમ છે. એવો સંયમ, વૈરાગ્ય હોય તો થાય. આ યમ, નિયમ, સંયમ બધા જીવે ‘આપ કિયો’ એટલે સ્વચ્છંદે કર્યાં છે, અથવા અજ્ઞાનીના આશ્રયે કર્યાં છે. પોતાની મેળે કરે અથવા અજ્ઞાનીની આજ્ઞાથી કરે તો કંઈ લાભ થાય ન. ત્યાગ એટલે શું? ‘“આત્મપરિણામથી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અથ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.’ શ્રીમદ્ રાજચંદ્ર. તાદાત્મ્ય એટલે દેહને આત્મારૂપ માનવો, દે તે જ આત્મા માનવો. એવા અઘ્યાસનો ત્યાગ તે ખરો ત્યાગ છે. ભગવાને એને ત્યાગ કર્યો છે. પણ જવે એવો ત્યાગ કર્યો નથી. સ્વચ્છંદી થઈને બાહ્ય ત્યાગ વગેરે કર્યાં છે. જો ખરો ત્યાગ કર્યો હોત તો સંસારમાં રહે જ નહીં. ત્યાગ તે વૈરાગ્ય છે. બને તેટલો ત્યાગ કરે અને જે છૂટે નહીં તેના પ્રત્યે વૈરાગ્ય રાખે. શરીર પ્રત્યે વૈરાગ્ય રાખે, આસક્તિ છોડે, મમતા ન કરે! દેહ તે હું નહીં, જરૂર પડે તે વસ્તુ રાખે પણ આસક્તિ ન થવા દે, એ વૈરાગ્ય છે, પણ હવે ખરો વૈરાગ્ય કર્યો નથી. સમજણ ન હોય ત્યાં સુધી વૈરાગ્ય નથી, પણ દ્વેષ છે. વનવાસ લીધો એટલે જ્યાં માણસો ન હોય એવા જંગલમાં રહ્યો. મુખ મૌન રહ્યો એટલે કોઈથી બોલે નહીં. નિરંતર મૌન ઘારણ કર્યું. પદ્માસન લગાવીને પણ બેસી ગયો. આ બધા સાઘનો જીવે સ્વચ્છંદપણે ઘણી વાર કર્યાં છે. મન એટલે મન અને પીન એટલે પવન = શ્વાસોચ્છવાસ. મનને બીજે ન જવા દીધું અને શ્વાસોચ્છ્વાસને રોક્યાં. મનનો નિરોધ કર્યો પણ તે યથાર્થ નહોતો, મનને યથાર્થપણે જાણ્યું નહીં, પણ દમન કર્યું. મનનું સ્વરૂપ શું છે તે જાણ્યા વિના કર્યું. ક્યારે એ મને છેતરશે, તે ખબર નથી. હઠયોગ એટલે કાયા, વચન અને મનને રોકે, પરાણે વશ કરે. પોતાને શિખામણ આપે કે પાપ કરીશ તો નરકમાં જવું પડશે. માટે પાપ કરીશ નહીં. એ સ્વબોધ છે. એ બધા પ્રયોગો જીવે સ્વચ્છંદે કર્યાં. એમાં તલ્લીન થઈ ગયો. એ મારે કરવું જ છે, એવો હઠયોગ નિશ્ચય કરી એકતાર થયો. જપના અનેક ભેદો છે તે બધા કર્યાં. તપ પણ કર્યાં. જેમ કોઈ પહેલે દિવસે એક ચોખાનો દાણો ખાય, પછી બીજે દિવસે બે દાણા ખાય એમ કરતાં કરતાં પેટ ભરાય ત્યારે એક એક ઓછો કરવા માંડે. આવાં તપ અનેક કર્યાં. મનથી સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીનતાથી વર્તો. કોઈથી બોલ્યો નહીં. એક્લો ફર્યો. એમ અનેક પ્રકારે ઉદાસીનતા રાખી. આવું જીવે ઘણું કર્યું છે. પણ બધું ‘આપ ક્રિયો' એટલે પોતાની મેળે સ્વચ્છંદે કર્યું. વિરાગ એટલે શું? પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો * પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ શ્રી સુમેરભાઈને સમજાવવા આ અર્થ કરેલા જેની તેમણે નોંધ કરી હતી. તેઓશ્રીની નજર તળે આ લખાણ નીકળી ગયેલ છે. ૧૪૯ મન પૌન નિરોધ સ્વબોધ યિો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો, જપ ભેદ જપે, તપ ત્યોહિ તપે, ઉરસૃતિ ઉદાસી હી સર્પે. ૨

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303