Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 290
________________ શ્રી જુનાગઢ-ગિરનારના ગઢ ઉપર શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણસ્થાને ભક્તિ કરતા પૂ.શ્રી બ્રહ્મચારીજી તથા મુમુક્ષુ ભાઈ-બહેનો રાજકોટથી જૂનાગઢ પધાર્યા. ગામના મંદિરો અને તળેટીના મંદિરોમાં દર્શન કરી પૂજા ભક્તિ કરી. ત્રીજે દિવસે ગઢ ઉપર ચઢ્યા. બધી ટ્રકોએ દર્શન ભક્તિ કરી અને મુખ્ય મંદિરમાં ચૈત્યવંદન કર્યું. સાંજના રાજુલની ગુફા જોઈ. પછી ચિદાનંદજીની ગુફા છે ત્યાં ગયા. તે ગુફામાં રાત્રે કોઈ રહી શકતું નહીં. સં.૧૯૬૦ની સાલમાં પ.પૂ.પ્રભુશ્રીજી અને મુનિશ્રી મોહનલાલજી મહારાજ આ ગુફામાં ત્રણ દિવસ રહેલા. વ્યંતરના કારણે ઉપદ્રવો પણ થયેલા. ત્યાં દર્શન કરી ગઢ ઉપરના ઉતારે આવ્યા. રાત્રે ભક્તિ કરી ગઢ ઉપર સૂઈ ગયા. બીજે દિવસે સવારે સહસામ્રવન (શેષાવન) જઈ પંચકલ્યાણક બોલી જૂના રસ્તે થઈ ગામમાં બધા આવી પહોંચ્યા. શ્રી જુનાગઢ-ગિરનારના મંદિરોનું દૃશ્ય ૧૮૩

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303