Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 299
________________ ડુમસ ડુમસનું જિનમંદિર સં.૨૦૦૯ના ચૈત્ર વદ ૮ને દિવસે આશ્રમથી પૂજ્યશ્રી સંઘ સાથે પથરાડિયા, સરભાણ, ખરવાસા, બારડોલી, ખોજ, પારડી, શામપુરા, ભુવાસણ, આસ્તા, ઘામણ, દેરોદ, રૂઢી, કામરેજ, નનસાડ થઈને સડોદરા પધાર્યા. ત્યાંથી કુચેદ, અંભેટી થઈ ઘામણ પઘાર્યા. ત્યાં ત્રણ દિવસ રહી સં. ૨૦૦૯ના પ્રથમ વૈશાખ સુદ ૧૩ને દિવસે ડુમસ પધાર્યા. ત્યાં સેવામાં શ્રી સુમેરભાઈ અને શ્રી રણછોડભાઈ હતા. પંદર દિવસ ત્યાં રોકાઈ જીથરડી થઈ આશ્રમ પધાર્યા. બીજા વૈશાખ સુદ ૧૩ને દિવસે પૂજ્યશ્રી આશ્રમથી સીઘા ડુમસ પધાર્યા. સેવામાં શ્રી રણછોડભાઈ હતા. ૨૫ દિવસ લગભગ ત્યાં રોકાઈ આશ્રમ આવવું થયું હતું. અગાસ આશ્રમમાં સં.૨૦૦૯ના આસો વદ રને દિવસે પ.પૂ.પ્રભુશ્રીજીના રંગીન ચિત્રપટની સ્થાપના શ્રી રાજમંદિરમાં આરસના ગોખમાં પૂજ્યશ્રીના સ્વહસ્તે કરવામાં આવી. પછી સ્વમુખે ભક્તામર સ્તોત્ર બોલ્યા હતા. સં.૨૦૧૦ના કાર્તિક સુદ ૭ ને દિવસે સાંજે પાંચ કલાકને ચાલીસ મિનિટે પરમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ અગાસ આશ્રમના શ્રી રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ કાઉસગ્ગ મુદ્રામાં ઊભા રહી, આત્મસમાધિમાં લીન થઈ આ નશ્વરદેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિને પામ્યા. વન્દન હો પવિત્ર પુરુષોના પાદારવિંદમાં - ભાવનાબેન પી. જૈન અગાસ આશ્રમ ૧૯૨

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303