Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 292
________________ શ્રી બાહુબળીજીની યાત્રા સં.૨૦૦૮ના કાર્તિક વદ ૧૧ને દિવસે આશ્રમથી લગભગ ૧૦૦ મુમુક્ષુ ભાઈ-બહેનોના સંઘ સાથે પૂજ્યશ્રી બાહુબળીજીની યાત્રાએ પધાર્યા. આશ્રમથી પરમકૃપાળુદેવનો લાઈફ સાઇઝનો ચિત્રપટ સાથે હતો. તે લઈ હુબલી સ્ટેશને ઊતર્યા. ત્યાં શ્રી ઘેવરચંદજી, શ્રી ઓટરમલજી વગેરે મુમુક્ષુઓ ઘણા ઉલ્લાસમાં બેંડવાજા સાથે લેવા આવ્યા હતાં. વાજતે ગાજતે ગામમાં પ્રવેશ થયો. દિગંબર શ્વેતાંબર મંદિરોના દર્શન કરવા ગયા. ત્યાં “કોન ઉતારે પાર” “પંથ પરમપદ બોધ્યો” અને “મૂળ માર્ગના પદો બોલ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર ચિત્રપટ વર્તમાનમાં નવું બનેલ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, હુબલી પ.પૂ.પ્રભુશ્રીજીએ સં.૧૯૮૦નું ચોમાસું પૂનામાં કર્યું હતું અને ત્યાંથી બાહુબળીજીની યાત્રાએ જતાં હુબલી સ્ટેશન પાસે એક બંગલામાં ત્રણ દિવસ રોકાયા હતા. તે બંગલામાં પૂજ્યશ્રી સર્વ મુમુક્ષુભાઈબહેનો સાથે પધાર્યા. ત્યાં “મંગલાચરણ” “વીસ દોહરા” “જડ ને ચૈતન્ય બન્ને બહુ પુણ્ય કેરા’ના પદો બોલ્યા. બંગલામાં રહેનાર શેઠે કહ્યું કે ઘન્ય ભાગ્ય મારાં કે આજે આવા પુરુષનાં મારે ઘેર પગલાં થયાં. પૂજ્યશ્રીએ કહ્યું : “આ બંગલામાં એક આત્મજ્ઞાની પુરુષ આવેલા છે. જાણ્યે-અજાણ્યે પણ તમને ઘેર બેઠા તીર્થ જેવું ઘર મળ્યું હુબલીમાં પ.પૂ.પ્રભુશ્રીજી રહેલા તે મકાન છે. મહાપુરુષોની ચરણરજથી પવિત્ર થયેલા સ્થાનો જીવને કલ્યાણકારી છે.” એના ઉપર પૂજ્યશ્રીએ એક દ્રષ્ટાંત આપ્યું કે “ભરત ચક્રવર્તીને જે અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું તે જ ભુવનમાં તેમના પછી ઘણા રાજાઓ કેવળજ્ઞાન પામ્યા હતા. મહાપુરુષોના પુગલો પણ એવા હોય છે કે ઘણા કાળ સુધી તેની અસર રહે છે.” હુબલીમાં ત્રણ દિવસ રોકાઈ બેંગલોર પધાર્યા. પૂ.પ્રભુશ્રીજી ઉતર્યા તે જ હૉલમાં પૂશ્રીનો ઉતારો બેંગલોરમાં સં.૧૯૮૧માં પ.પૂ.પ્રભુશ્રીજી ચિકપેટના શ્રી આદિનાથ જૈનમંદિરના જે વ્યાખ્યાન હૉલમાં ઊતર્યા હતા તે જ હૉલમાં પૂજ્યશ્રીનો ઉતારો હતો. ત્યાં આહોરના શ્રી ચંદનમલજી તથા શ્રી જુગરાજજીએ બધી સગવડ કરી હતી. બે દિવસ ત્યાં રોકાઈ મૈસુર પધાર્યા. મૈસુરમાં પૂજ્યશ્રીનો ઉતારો શ્રી મિશ્રીમલજીને ત્યાં હતો. એમના ઘરે ચિત્રપટોની સ્થાપના કરી તથા આત્મસિદ્ધિની પૂજા દરમ્યાન શ્રી નિર્મળાબેનને યાવજીવન ચોથા વ્રતની પ્રતિજ્ઞા વિધિસહિત આપી હતી. મૈસુરમાં ત્રણ દિવસ રોકાઈ ૧૫૦ મુમુક્ષુભાઈબહેનોના સંઘ સાથે બાહુબળીજીના દર્શનાર્થે પ્રયાણ કર્યું. ૧૮૫

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303