Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 260
________________ – પત્રાંક ૩૮૪ ‘અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે’ એમ સાથી છે? ઓળખાણ ઓળખાણમાં ફેર છે. સમતિ થયા પછી સ્વચ્છંદ વગેરે દોષ ન થાય. તે પહેલાં પુરુષાર્થની મંદતાથી બીજા પ્રસંગોમાં દોરવાઈ જાય છે. કોઈ પુણ્યયોગે સત્સંગ, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધારૂપી ઓળખાણ થાય પણ તે યથાર્થ ઓળખાણ નથી. સમકિત થયાના સંજોગ મળ્યા હોય છતાં જીવ પાછો ફરી જાય, બીજી રુચિભાવમાં ભળી જાય તેનું કારણ સ્વચ્છંદનો ઉદય છે. પત્રાંક ૩૮૮ – જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે ઃ જગત સૂએ છે એટલે બેભાન છે. કલ્યાણ કરવાના વખતમાં બેદરકાર છે. ત્યાં જ્ઞાની જાગે છે, જગત પ્રત્યે બેદરકાર છે, પણ આત્માને ભૂલતા નથી, જાગતા છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે : જગત સ્વાર્થમાં જાગે છે, જ્ઞાની સ્વાર્થમાં બેપરવા છે, જેમ થવું હોય તેમ થાઓ, પણ આત્માને આંચ આવવા દેતા નથી. પત્રાંક ૩૯૧ – ‘સત્’ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય - લોકપ્રમાણ પ્રત્યેક એવા રહ્યા છે : એકેકો અંતરાય લોકપ્રમાણ છે અને તેવા અંતરાયને કારણે જીવ મુક્ત થયો નથી. અનંતકાળથી એવા અંતરાય નડે છે. તે માટે સત્સંગ વગેરે સુયોગો પ્રાપ્ત કરી સત્પુરુષાર્થ કરવો. પત્રાંક ૪૧૩ – લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ ઃ લોક આખો ઇચ્છાવાળો છે. તેમાં રહી જ્ઞાનીઓ આત્માને સંભાળે છે. લોકો પુદ્ગલને ઇચ્છે છે, તેના પ્રત્યે ઉદાસીન રહી જ્ઞાની આત્માને ભુલતા નથી. પત્રાંક ૭ : “જંગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો; એકાંતે વસવું ૨ે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો. ઓઘવજી, અબળા તે સાઘન શું કરે ?'' ભાવાર્થ : ઓધવજીને પોતાનો ગર્વ સમજાવવા માટે શ્રીકૃષ્ણે તેમને ગોપીઓ પાસે મોકલ્યા. ત્યાં ગોપીઓ કહે છે – હે ઓધવજી ! અમે તો દેધારી સાકાર પરમાત્મા (કૃષ્ણ) ની ભક્તિને ભાવની કૃપાએ તેની કળા અને તેને ઓળખીએ – જાણીએ છીએ. તે ૫૨માત્મા કેવા છે? તો કે શરીરમાં રહેવા છતાં સર્વ પ્રકારે અસંગ નિર્લેપ છે અને તમે તો કહો છો કે એકાંતવાસમાં રહીને એક જ આસન લગાવીને પરમાત્માનું ધ્યાન કરવું તે તેને ઓળખવાનો માર્ગ છે, પણ તે માર્ગમાં ભૂલ પડે તો અમારે તો ભજનમાં એટલે પ્રભુપ્રેમમાં ભંગ પડ્યા જેવું થાય તે અમારાથી કેમ બને ? પત્રાંક ૬૦૮ – ‘રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભ૨તારવાળી તો મોઢું જ ન ઉંઘાડે' : રાંડી રુએ એટલે જેને ગુરુ છે નહીં તે સંસારની પ્રવૃત્તિમાં રુએ કહેતાં દુઃખી છે. માંડી રુએ એટલે જેને ગુરુ મળ્યા છે પણ યોગ્યતા નથી, તેથી બેભાનપણામાં રહી કંઈ કરી શકતા નથી એટલે તે પણ દુઃખી છે, લાભ લઈ શકતા નથી. સાત ભરતારવાળી તેા મોઢું જ ન ઉઘાડે એટલે જેને આરંભ પરિગ્રહરૂપી બહોળો વ્યવસાય છે તેને તો લક્ષ જ નથી, તો તે પરમાર્થવિચાર કરવાનો અવકાશ જ ક્યાંથી લાવે? મોઢું જ ન ઉઘાડે એટલે માથું પણ ઊંચું કરી શકતો નથી; વ્યવસાયમાં જ મચ્યો રહે છે. એ સામાન્ય લોક કહેવત છે. આપણે એનો પરમાર્થ ગ્રહણ કરવો. પત્રાંક ૭૭૫ – ‘આ જીવ કઈ દિશાથી આવ્યો છે’ એટલે શું સમજવું? : એક દ્રવ્યદિશા અને બીજી ભાવદિશા, વ્યદિશા તે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તથા વિદિશા, અને ભાવદિશા તે મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી ગતિરૂપી ભાવદિશા છે. તે ક્યાંથી આવ્યો તે જાતિસ્મૃતિ જ્ઞાનથી જણાય. તે આત્માને હિતનું કારણ છે. ઉ.છા. (પૃ.૬૯૧) – “દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતર્ વૃત્તિ કરવી. અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે.” તે શી રીતે થાય? : વૃત્તિક્ષય સમકિત પછી ઉપયોગ રાખવાથી તે થાય છે. પર વસ્તુ પરથી રુચિ ઓસરી જાય, આત્માથી સૌ હીન, તુચ્છ ભાસે, આત્મા સિવાય બીજી પર વસ્તુઓનું માહાત્મ્ય ન લાગે ત્યારે ક્ષય થાય. ૧૫૩

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303