Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ ( ૨ ) સ્ત્રીના આભૂષણરૂપ હતી અને તેનુ મુખ કમળની જેવું વિકસ્વર હતુ. તે દંપતીને વિષયસુખ ભાગવતાં ભીમસેન નામનો મેટા પુત્ર થયા, પરંતુ તે ગુણવડે નાનો હતા; કેમકે તે અન્યાયના એક ઘરરૂપ હતો, દુરાચારને સેવનાર હતા, પૂજ્ય જનોને પીડા ઉત્પન્ન કરવામાં નિપુણ હતો અને પ્રજાઓનું મન કરવામાં તત્પર હતો. તેનો નાનો ભાઈ જિનવલ્લભ નામે હતો. તે સદ્ગુણાવડે યુક્ત, જગતના લેાકના મનનું હરણ કરનાર અને રાજનીતિમાં વિચક્ષણ હતો. હવે તે રાજા મેાટા પુત્ર ભીમસેનને અધમ ગુણવાળા માનતા હતો, તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળાને તેણે યુવરાજપદ આપ્યું. મદોન્મત્ત બુદ્ધિવાળા તે રાજ્યલક્ષ્મીને પામીને સર્વદા પરસ્ત્રી અને પરધનમાં આસક્ત થઈ સમગ્ર પ્રજાને પીડવા લાગ્યા. કહ્યું છે કે~~ “ યૌવન ધનસંપત્તિ, પ્રભુત્વમવિવેતિા । મળનથાય, મુિ યત્ર તુષ્ટયમ્ ? ” શા 118 '' ચાલન, ધનની પ્રાપ્તિ, સ્વામીપણું અને અવિવેકીપણું આ ચારમાંથી એક એક પણ અનર્થ કરનાર છે તો પછી જે પુરૂષમાં તે ચારે હાય તેનુ તો શું કહેવું? તે તો ઘણા જ અનર્થ કરનાર થાય છે. ” હવે ભીમસેન કુમારે સર્વ પ્રજાને અત્યંત પીડા કરેલી હાવાથી તેઓએ અતિ દુ:ખને લીધે એક વખત વજ્રા – સેન રાજાની સભામાં જઇને પાકાર કયા કે “ હે રાજન ! ભીમસેનકુમાર નિર'તર અમેાને એટલી બધી પીડા કરે છે કે જે આપની પાસે નિવેદન કરવાને અમે શક્તિમાન નથી. હું બુદ્ધિમાન પૃથ્વીપતિ! નિગ્રહ ( દંડ ) અને અનુગ્રહ (કૃપા ) કરવામાં સમર્થ એવા આપ જ દુઃખસાગરમાં ડૂબતાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38