Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ શ્રેણીની પાસે પ્રાર્થના કરી તેને ઘેર રહ્યો અને તેના દુકાન રહીને નિરંતર સર્વ કામ કરવા લાગ્યા. ત્યાં પણ તે અધમ પુરૂષે દુષ્ટ વ્યસનને ત્યાગ કર્યો નહીં, તેથી શ્રેણીની દુકાનમાંથી દ્રવ્ય ચારીને પોતે ગુપ્તપણે એકઠું કરવા લાગે. કેઈના જાણવામાં ન આવે તેમ તે ભિલ્લની જેમ ચારી કરી પાપના સમૂહમાં પ્રીતિવાળે થયે. “મનુષ્ય પોતાને સ્વભાવ તજી શકતા નથી.” કેટલેક કાળે શ્રેષ્ઠીએ તેને ચારીને વૃત્તાંત જા, ત્યારે તેને પોતાની દુકાનમાંથી કાઢી મૂક્યું. “ધૂર્ત અને દુષ્ટ માણસનો કણ વિશ્વાસ કરી શકે?” પછી ગભરાયેલો તે ત્યાંથી નાશીને આજીવિકા માટે ભટકવા લાગ્યું. તેવામાં મહેશ્વરદત્ત નામના શ્રેષ્ઠીએ તેને ચાકર તરીકે રાખે. એક દિવસ લેભથી ખેંચાયેલ હોવાથી ઉતાવળે દ્રવ્ય મેળવવાની ઈચ્છાવાળે તે ભીમસેન તે શ્રેષ્ઠીની સાથે વહાણમાં ચડીને સમુદ્રમાર્ગે ચાલ્યું. વેગથી ચાલતું તે વહાણ કેટલાક માર્ગ ઉલ્લંઘન કરી કેઈક ઠેકાણે રાત્રિને સમયે પ્રવાલના અંકુરાના અગ્રભાગ અથડાવાથી ખલના પામ્યું (અટકયું). તેને ચલાવવા માટે ખલાસીઓએ વારંવાર ઘણે યત્ન કર્યો તો પણ તે વહાણ પ્રવાલના વેલાઓથી વીંટાઈને તેમનું તેમજ રહ્યું (સ્થિર રહ્યું). આ રીતે તે જ ઠેકાણે કેટલેક કાળ ગયે ત્યારે તે શ્રેષ્ઠીનું જળ તથા અન્ન ખૂટી ગયું, તેથી પીડા પામેલે તે પ્રાણેને ત્યાગ કરવા તૈયાર થયો. તે વખતે પ્રથમ અરિહંતાદિક ચાર શરણને ઉશ્ચરી, અઢાર પાપસ્થાનેને ત્યાગ કરી, અનુકમે સર્વ જીવોને ત્રિવિધે ત્રિવિધ ખમાવી, મિથ્યાદુકૃત આપી, નવકાર મહામંત્રનું સ્મરણ કરતો તે શ્રેષ્ઠી જેટલામાં જળમાં ઝંપાપાત કરે છે તેટલામાં કેસુડાના પુષ્પ જેવી ચાંચવાળા, તમાલપત્રની જેવા વર્ણવાળો કેઈક પર શીપણે ત્યાં આવી મનુબ્રુવાણુવડેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38