________________
( ર૫). મહાપાપી, દુષ્ટ અને કુષ્ટાદિક વ્યાધિથી પીડાયેલા હોય, તેઓ પણ રેવતાચલને સેવવાથી સર્વ પ્રકારના સુખને પામે છે. જે આ તીર્થ ઉપર થોડું પણ દાન આપ્યું હોય તો તે અનુક્રમે વૃદ્ધિ પામીને મોક્ષસુખને આપનાર થાય છે. આ ગિરિ ઉપર દ્રવ્યને અથી દ્રવ્યને પામે છે, સુખને અથી સુખને પામે છે, રાજ્યને અથી રાજ્યને પામે છે અને સ્વર્ગને અથી સ્વર્ગને પામે છે. શ્રીનેમિનાથ જિનેશ્વર પોતે જ જે તીર્થનો આશ્રય કરીને રહ્યા છે, તે પાપને હરણ કરનાર તીર્થને કે પુરૂષ ન સેવે?” આ પ્રમાણે કહીને ઈદ્ર સ્વર્ગલેકમાં સીધાવ્યા.
ભીમસેન રાજર્ષિ અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી સર્વ કર્મ ખપાવી મોક્ષપદને પામ્યા. ઈતિ.
જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર આ ભૂતલને તેજસ્વી કરે છે, જ્યાં સુધી આ પૃથ્વી મનુષ્યોના હર્ષ માટે નિરંતર સ્થિરતાને ધારણ કરે છે અને જ્યાં સુધી સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે, ત્યાંસુધી ભીમરાજાનું આ મનહર ચરિત્ર ભવ્ય પ્રાણીઓને બોધ આપનાર થાઓ. વિદ્વાનોના સમૂહના મુગટ સમાન શ્રીધનેશ્વરસૂરિએ ઘણા રસને આપનારૂં શ્રી શત્રુંજયમાહાતમ્ય રચ્યું છે, તેમાં ભીમસેન રાજાની કથા કહેલી છે. તેના અનુસાર શ્રી અજિતસાગરસૂરિએ શ્રેષ્ઠ એવા મહાનસપુર (મહેસાણું) માં રહીને વિક્રમ સંવત ૧૯૮૫ના વર્ષને પહેલે દિવસે આ ચરિત્ર રચ્યું છે. ધતિ શ્રી અજિતસાગરસૂરિએ રચેલી શ્રી ભીમસેન
રાજાની કથા સમાપ્ત—