________________
( ૭ ). તે નગર બહાર નીકળ્યો કે તરતજ એક સુંદર ગાય તેના જેવામાં આવી. તે ગાય રાજાની સામે ધસી આવીને તેને પ્રહાર કરવા લાગી. તે જોઈ રાજાએ પણ રીસથી ખડ્ઝ ઉગામીને તે ગાયના બે ટુકડા કરી નાખ્યા. તેમાંથી એક હાથમાં કાતી નચાવતી ભયંકર સ્ત્રી નીકળી. તે સ્ત્રીએ આક્રોશ કરી તેને યુદ્ધ કરવા કહ્યું, જેથી તે સ્ત્રીનાં ગર્વયુકત વચન સાંભળી જેવો તેની સામે ખલ્ગ ઉગામવા જાય છે તેવામાં તે સ્ત્રીની કાતીવડે પિતાને વીંધાઈ ગયેલ અને રૂધિર ઝરતે જોઈ કંડૂત રાજા બહુ જ ખેદ પામ્યો. એટલે તે સ્ત્રીએ તેને પુનઃ યુદ્ધ કરવા જણાવ્યું, તેથી તે શોકસાગરમાં ડૂબી ગયો છતે વિચા- - રવા લાગ્યો કે “અહા! દેવ જ્યારે વિપરીત થયું ત્યારે હું એક સ્ત્રીથી પણ પરાભવ પામ્યો. અહે! હું મરવા માટે જ નીકવ્યો હતો તે ભૂલી જઈ મેં શૈહત્યાનું મહાપાપ કર્યું. હવે મારી શી ગતિ થશે? હવે આપત્તિમાં આવી પડેલે હું શું કરું? અથવા દવ બળે ત્યારે કુ ખેદ શા કામને?”
આવી રીતે તે શોકાગ્રસ્ત બની વિચાર કરતો હતો હતો તેવામાં તેને તે સુંદર યુવતી કે જે અંબિકા જ હતી, તેણે કહ્યું કે-“હે મૂઢ! હજી તારા ચિત્તમાં ધર્મબુદ્ધિ પ્રગટી નથી, ફકત તું દુખાવિષ્ટ થવાથી હમણાં ધર્મને સંભારે છે. જો કે મદાંધપણે તે અનેક કુકૃત્યો કર્યા છે, તો પણ હવે તું ધર્મનો આશ્રય લે; કારણ કે તેના જે કઈ ઉપગારી નથી. છેવટે પણ જે તેને આશ્રય લે છે તેને તે તારે છે. હું અંબિકા નામે તારી નેત્રદેવી છું. તારી પરીક્ષા કરવા માટે મેં આ બધી પ્રવૃત્તિ કરી છે. હજુ તારામાં ધર્મની યોગ્યતા નથી, તેથી તે દેશાટન અને તીથોટને કર, ક્ષમાયુક્ત સર્વ દુઃખ સહન કર. પછી જ્યારે તારામાં યોગ્યતા જઈશ ત્યારે ફરી પ્રગટ થઈ તને ઉચિત માર્ગ જરૂર બતાવીશ, એમ કહી દેવી