Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી સિદ્ધગિરિના આશ્રયથી ઉદ્ધાર પામેલા કંડૂરાજાની કથા. : પૂર્વે કંડુ નામે ચંદ્રપુરીને રાજા હતો. તે અનેક બેટાં વ્યસનેમાં ગ્રસ્ત, મહાપાપી અને યમ જે ક્રૂર હતો. અનેક અન્યાયાચરણથી પ્રજાને પડતાં તેને ક્ષય રોગ ઉત્પન્ન થયો, તેથી તેને દેહ ક્ષીણ થવા માંડ્યો, એટલે તેને મિત્રની જેમ ધર્મનું સ્મરણ થયું. “મૂઢબુદ્ધિવાળા જીવો જ્યાં સુધી સર્વ રીતે સુખી હોય છે ત્યાંસુધી ધર્મને કિંચિત્માત્ર સંભારતા પણ નથી; પરંતુ જયારે મૃત્યુનો ભય લાગે છે ત્યારે જ તેઓ ધર્મને યાદ કરે છે.” એકદા તે કંડૂરાજા પોતે કરેલાં અન્યાયાચરણને સંભારતાં ખિન્નચિત્તે સભામાં બેઠા હતા, એવામાં કલ્પવૃક્ષના પત્ર ઉપર લખેલો એક દિવ્ય લેક કેઈએ આકાશમાંથી મૂકેલે તેની પાસે આવી પડ્યો. તે લોક તેના પુન્યશાળી પૂર્વજોના પુન્યથી વશ થયેલી તેની ગેત્રદેવી અંબિકાએ તેને જાગ્રત કરવા નાખેલું હતું. તેને ભાવાર્થ એ હતો કે-“પૂર્વ ભવમાં કરેલાં સુકૃતથી સઘળી સંપત્તિને પામ્યા છતાં જે મૂઢામા આ ભવમાં ધર્મને જ વિસારી દે છે તે સ્વસ્વામીહ કરનાર મહાપાતકીનું શ્રેય શી રીતે થઈ શકશે ?” ઉક્ત લેકને ભાવાર્થ મનમાં વિચારી પોતે કરેલાં અનેક અન્યાયાચરણને સંભારી બહુ ખેદ પામતે ચિંતાતુર થયેલે તે રાજા રાત્રિના વખતે એકલો રાજ્ય છોડી મરવાને માટે નિશ્ચય કરી ચાલી નીકળ્યો. જે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38