Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ (૧૫) ગયો છે; તેથી હે બધુ! શેકનો ત્યાગ કર, ધીરજને ધારણ કર. હું વિદ્યમાન છતે તારે રત્નની વૃથા ચિંતા ન કરવી. જે કદાચ તારા મનમાં ધીરજ ન રહેતી હોય તો આ મારૂં શ્રેષ્ઠ રત્ન તું ગ્રહણ કર. હજુ સુધી પૃથ્વી પર પવિત્ર રેવત પર્વત શોભી રહ્યો છે, તેથી તારે મારી પાસે જરા પણ ખેદ કરે નહીં.” આ પ્રમાણે તેનું વચન સાંભળી શાંત થયેલા ભીમે અનુક્રમે સમુદ્રનું ઉલ્લંઘન કર્યું. સમુદ્રને કાંઠે ઉતરીને ભીમ મનમાં આનંદ પામી શ્રેષ્ઠ ભાતું લઈને મિત્ર સહિત રૈવતગિરિ તરફ ચાલ્યો. દુર્ભાગ્યના વેગથી માર્ગમાં ચેરેએ તેને લૂંટ્યો તેથી ભાતા અને વસ્ત્ર રહિત થયેલ તે અત્યંત ક્ષીણ શરીરવાળે થયે. આગળ ચાલતાં માર્ગમાં જાણે બીજા કલ્પવૃક્ષ હેાય એવા એક મુનિને જોઈ ભીમ મનમાં આનંદ પામ્યું અને તેણે તેને વંદના કરી. પછી અતિ દુ:ખી એવા તે બન્નેએ સ્વસ્થ થઈ તે મુનીશ્વરને પોતાને સર્વ વૃત્તાંત પ્રથમથી કહી બતાવ્યો અને કહ્યું કે–“હે મુનીંદ્ર! દુઃખ અને દારિદ્રયથી પીડા પામેલા મનુષ્યમાં અમે મુગટ સમાન છીએ એમ તમે જાણે. તેવા દુખથી અમે અહીં જ ઝંપાપાત કરવા આવ્યા છીએ. મરવાની ઈચ્છાવાળા અમે આજ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને મોટા દુઃખરૂપી સાગરના ઈચ્છિત પારને પામીશું. કહ્યું છે કે-“ જળ વિના મેઘ શેભતો નથી, ચૈતન્ય રહિત દેહ શોભતે નથી, સુગંધ વિનાનું પુષ્પ શોભતું નથી, કમળ વિનાનું સરોવર શેભતું નથી, કાંતિ રહિત ચંદ્ર શેભતો નથી, સંસ્કૃત (સંસ્કાર) વિનાની વાણી શોભતી નથી, દુષ્ટ પુત્રવાળું કુળ શોભતું નથી, ન્યાય વિના વિનય શોભતો નથી, સુંદર દેહ વિના શૃંગાર શોભતો નથી, ચંદ્ર વિનાની રાત્રિ શોભતી નથી, નાયક વિના સેના શોભતી નથી, સારી સ્ત્રી વિના ઘર શોભતું નથી,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38