Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ નિર્ગમન કરી ત્રાત:કાળે તે બન્નેએ રત્નની ખાણ પાસે જઈ મણિની ઈચ્છાથી “ હા દેવ !” એમ બેલી ખાણમાં પ્રહાર કર્યો. તે વખતે ભીમને અમૂલ્ય ઉત્તમ બે રત્ન પ્રાપ્ત થયાં. તેમાંથી એક રત્ન રાજકુળમાં આપી તે ત્યાંથી નીકળી ગયે. તે વહાણુમાં બેસીને સમુદ્રમાર્ગે જતો હતો તેવામાં પૂર્ણિમાની રાત્રિએ પૂર્ણ ચંદ્રને જોઈ તેની સાથે પોતાના રત્નની તુલના (સરખામણી) કરવા લાગ્યો. વહાણને છેડે બેસીને તે ચંદ્રની અને રત્નની બનેની કાંતિને વારંવાર જોવા લાગ્યા. તેવામાં તે રત્ન તેના હાથમાંથી સમુદ્રમાં પડી ગયું. તે વખતે “મહાકષ્ટથી પ્રાપ્ત કરેલું રત્ન મેં મૂર્ખ સમુદ્રમાં પાડી નાખ્યું” એમ વિચાર કરતો તે તત્કાળ મેટી મૂછાને પામે. ત્યારપછી શુદ્ધિને પામીને તે અત્યંત પિકાર કરવા લાગ્યા કે-“અરે દુષ્ટ દેવ ! મારા જીવિતને નાશ થાય એવું તે આ શું કર્યું? દેવને ધિક્કાર હો ! મારા જીવનને ધિક્કાર ! અને મારા જન્મને ધિક્કાર હો ! આ જગતમાં કષ્ટ અને વ્યાધિમય જીવિત કરતાં મરવું વધારે સારું છે. ” આ પ્રમાણે વિલાપ કરતા તે ભીમ ફરીથી મૂચ્છા પામે. તેનો કોલાહલ શબ્દ સાંભળીને ખલાસીઓ વિગેરે સર્વે તેની પાસે એકઠા થયા. નાવિકેએ શીતાદિક ઉપચાર કરીને ક્ષણ વારમાં તે ભીમને સચેતન કર્યો, ત્યારે તે ઉંચે સ્વરે તેમને કહેવા લાગ્યો કે “હે નાવિકે ! મારૂં રત્ન અહીં સમુદ્રમાં પડી ગયું છે, તેથી તમે વહાણને ખંભિત કરે અને અહીં મારા રત્નની શોધ કરો.” આવું તેનું વિચિત્ર વચન સાંભળી તે પરદેશીએ તેને કહ્યું- હે મિત્ર! આજે તને શું થયું છે? અલપ એવું રત્ન કયાં અને આટલું બધું જળ કયાં ? વળી આ વહાણ કયાં ? તારૂં રત્ન જ્યાં પડયું હશે તે સ્થાન તે અહીંથી ઘણું દૂર રહ્યું, હમણું તો ઘણે માર્ગ ઉલ્લંઘન થઈ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38