________________
(૧૭) . ધર્મ કહેવાય છે, તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારનો છે. ધર્મથી કલંકરહિત કુળમાં જન્મ થાય છે, ધર્મથી ઉત્તમ જાતિ પ્રાપ્ત થાય છે, ધર્મથી ઘણું બળ પ્રાપ્ત થાય છે, ધર્મથી અખંડિત આયુષ્ય પ્રાપ્ત થાય છે, ધર્મથી રેગરહિતપણું થાય છે, ધર્મથી ઉત્તમ ધન મળે છે, ધર્મથી શ્રેષ્ઠ ભેગે પ્રાપ્ત થાય છે અને ધર્મથી જ પ્રાણીઓને સ્વર્ગ
અને મેક્ષ પણ મળે છે. હે ભવ્ય પ્રાણીઓ ! ઉતમ સૌભાગ્યને - ઉત્પન્ન કરનાર, મનુષ્યને સેવવા લાયક, પોતાના આત્માનું હિત કરનાર અને કલેશરૂપી ભયંકર જળજંતુવડે ભય ઉપજાવનારા સંસારસમુદ્રમાં પડતા પ્રાણુઓનો ઉદ્ધાર કરનાર ધર્મને જ તમે સદા સેવ. શ્રી જિનેશ્વરે કહેલે ધમે શુદ્ધ બુદ્ધિથી સમ્યક્ પ્રકારે આરાધ્ય હોય તે તે પ્રાણીઓના દુ:ખેથી વારી શકાય એવા કામદેવરૂપ હાથીનું દમન કરે છે, આપત્તિને નિર્દૂલ કરે છે, મેહરૂપી શત્રુને ભેદે છે, દુષ્ટ મદરૂપી લતાનો તત્કાળ નાશ કરે છે, કલેશરૂપી વૃક્ષને ઉખેડી નાખે છે અને કરૂણને ઉત્પન્ન કરે છે. સમ્યક્ પ્રકારના શીલવાળે જે પ્રાણી નિરંતર ધર્મની આરાધના કરવામાં તત્પર થાય છે તેને ધન સમીપે આવે છે, દુષ્ટ શત્રુઓ સદા દૂર રહે છે, આપત્તિ તેની સામે જોતી નથી, સુખની શ્રેણિ તેને સર્વદા સેવે છે, સર્વ ગુણીજને તેની સેવા કરે છે તથા પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય તેને દ્વેષ કરતું નથી. જે માણસ ધર્મનું આરાધન કરવાથી મેક્ષલક્ષ્મીવડે શોભતા વીતરાગ પ્રભુને ભજે છે, તે માણસને ક્રોધાયમાન થયેલા દુષ્ટ સર્પો પણ શું કરી શકે ? કાંઈ પણ કરી શકતા નથી. જે કદાચ દુ:ખથી વારી શકાય એવા સિંહે પાસે આવ્યા હોય તે પણ તે વેરરહિત થઈ જાય છે. સર્વે સ્વનું હરણ કરનાર અને દુઃખથી ભેદી શકાય એવા ક્રોધા