Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ માટે કે ગ્રહણ કરતા વાસનપર ( ૧૩ ) પછી બુદ્ધિમાન તે રાજા ચિત્તમાં વૈરાગ્ય પામી વિચારવા લાગ્યો કે-“મેં ત્રણ સે વર્ષ સુધી મનહર રાજ્ય ભગવ્યું છે, તે સર્વ શ્રી નેમિનાથ ભગવાનનો અને અંબિકા દેવીનો પ્રભાવ છે, કેમકે દેવની અનુકૂળતા વિના સુખ કયાંથી હોય? માટે હવે મારો પુત્ર રાજ્યાસન ઉપર આરૂઢ થાઓ અને હું જૈન દીક્ષા ગ્રહણ કરી શ્રોનેમિનાથની ભકિત કરૂં. ” આ પ્રમાણે વિચાર કરી પિતાના પુત્રને નગર તરફ મેકલી તત્કાળ રાજાએ તેને રાજ્યના સિંહાસન પર સ્થાપિત કર્યો. પછી પોતે સદ્ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે શુભ ધ્યાનના વશથી તે અશોકચંદ્ર રાજર્ષિ એક્ષપદ પામ્યા.” આ પ્રમાણે કહીને તે જાંગલ ફરીથી બેલ્યો કે “હે પૂજ્ય ગુરૂ ! મેં આ તીર્થનું સર્વ માહાસ્ય સાક્ષાત્ જોયું છે. જગતમાં ઉજીયંતગિરિતુલ્ય બીજું કઈ તીર્થ નથી, કેમકે તેનું સેવન કરવાથી મનુષ્ય આ ભવમાં ઉત્તમ સુખ ભેગવીને અંતે મોક્ષપદને પામે છે. કહ્યું છે કે-જે તીર્થનું સેવન કરવાથી પાપી મનુષ્યો પણ દુષ્કર્મરૂપી શત્રુના સમૂહને ક્ષય કરી ક્ષણવારમાં અક્ષય એવા શ્રેષ્ઠ સ્થાનને (મોક્ષને) પામે છે. આકાશમાં વિચરતા કોઈ પ્રાણીની છાયા પણ હજયંત ગિરિનો સ્પર્શ કરે તો તેઓ પણ દુર્ગતિને પામતા નથી તે પછી તેને સેવનારની તો શી વાત કરવી ? ” આ પ્રમાણે જગલે કહેલ શ્રી રૈવતાચળનો ઉત્તમ પ્રભાવ સાંભળીને સર્વે તાપસ અતિ હર્ષ પામ્યા. આ સર્વ વૃત્તાંત સાંભળીને “ પ્રથમ તો રેહણાચળ પર્વત ઉપર જવું અને પછીથી યાત્રા થશે.” એમ નિશ્ચય કરીને ભીમસેન તે પરદેશીની સાથે રેહણાચળ પર્વત તરફ ચા. માર્ગને ઉલ્લંઘન કરતા તે બને રેહણાચળ પર્વ તની નજીક પહોંચ્યા. ત્યાં તીર્થકરની પૂજા કરી હર્ષથી રાત્રિ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38