________________
( ૯ ) ચતુર્દશીને દિવસે પટના ઘરરૂપ તે તાપસે તે ખાણમાં ભીમને ઉતારીને પોતે રત્ન ગ્રહણ કર્યા. પછી તે દુષ્ટ કપટથી તેનું દેરડું કાપી ભીમસેનને તે ખાણના અધિષ્ઠાયક દેવના બલિને માટે નાખી દીધું. આ પ્રમાણે દેવતાના બલિદાન માટે ભીમને ત્યાં મૂકીને તે તાપસ મનમાં ખુશી થતો બીજે રસ્તે ચાલ્યો ગયો. અહીં ખાણમાં રહેલો ભીમ મનમાં ખેદ પામીને આમતેમ ફરવા લાગ્યા. તેવામાં તેણે અત્યંત પીડા પામતા એક કૃશ થયેલા પુરૂષને છે. તે પણ ભીમસેનને જોઈ દયા ઉત્પન્ન થવાથી બેલ્યા કે-“હે વત્સ! આ મૃત્યુના મુખમાં તું કેમ આવ્યો છે? હે પ્રિય! મારી જ જેમ તે જ દુષ્ટ તાપસે રત્ન આપવાને લેભ બતાવીને શું તને છેતર્યો છે?” ત્યારે ભીમસેને હા-કહીને તે પુરૂષને પૂછ્યું કે “અહીંથી બહાર નીકળવાનો જે કાંઈ પણ ઉપાય હોય તો મને કહો.” ત્યારે તે પુરૂષ બલ્ય કે-“હે વત્સ ! મારું વચન સાંભળ. આવતી કાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીઓ અહીં પોતે અધિષ્ઠિત કરેલા રત્નોને ઉત્સવ કરવા માટે આવશે. મનહર દિવ્ય વેષથી ભૂષિત થયેલી તેઓ હર્ષપૂર્વક આ ખાણના
અધિષ્ઠાયક રત્નચંદ્ર નામના દેવની ગીત, નૃત્ય વિગેરે વિવિધ પ્રકારના ઊપચારથી પૂજા કરશે. તે વખતે સેવક સહિત તે રત્નચંદ્ર દેવનું મન સંગીતમાં લીન થશે. તે અવસરે લાગ જોઈને તારે જલદીથી બહાર નીકળી જવું. તે સમયે દિવ્ય શક્તિને ધારણ કરનારા બીજા દેવો પણ ક્ષોભ રહિતપણે જતા તને કાંઈ પણ કરી શકશે નહીં. આ પ્રમાણે તારે જીવવાને ઉપાય છે; બીજું કોઈ નથી.”
આ પ્રમાણે ભીમને આશ્વાસન આપી તેણે તે દિવસ વાતાલાપવડે નિર્ગમન ક્યો. બીજે દિવસે પ્રાર્ત:કાળે વિમાનમાં રહેલી કેટલીક દેવીએ મહોત્સવપૂર્વક ત્યાં આવી, જ્યારે