Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ ॥ શ્રી મીમમેનનૃપયા ૫ ( માષાન્તર. ) સત્યસ્વરૂપ ચૈતન્યમય જે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સાભાગ્યની શ્રેણીને વિસ્તારે છે, નિર્મળ જ્ઞાનને આપે છે, અકસ્માત્ આવી પડેલા વિઘ્નના સમૂહને દળી નાખે છે, આપદાને નિવારે છે તથા પ્રમાદથી ઉત્પન્ન થયેલા દુષ્ટ દાષાને દૂર કરે છે, તે શ્રી ચિ ંતામણિ પાર્શ્વનાથસ્વામીને હું હંમેશાં નમું છું. નિરંતર દિવ્ય કાંતિવડે દેદીપ્યમાન, અનુપમ અળવાળા, સુર અને અસુરાએ નમસ્કાર કરાયેલા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાન જિનેશ્વરને નમસ્કાર કર્યું ને હું મુનિને ધર્મકાર્યમાં અંતરાય કરવા ઉપર શ્રી ભીમસેન રાજાનું આત્માની ઉન્નતિને કરનારૂં વિચિત્ર ચરિત્ર ભવ્ય પ્રાણીઓની તુષ્ટિ માટે સક્ષેપથી કહીશ ( કહું છું ). આ જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરત નામનું ઉત્તમ ક્ષેત્ર છે. તેમાં સર્વદા શુભકારક શ્રાવસ્તિ નામની નગરી છે. તેમાં મહા બળવાન વસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજા સજ્જનોનું પાલન કરનાર અને શત્રુઓના માનનુ મન ( નાશ ) કરનાર હતો. તેને શુભ ગુણાએ કરીને ઉત્તમ સુભદ્રા નામની રાણી હતી. તે પૃથ્વીરૂપીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38