Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 17
________________ ऐं नमः ॐ ह्रीं श्रीं शंखेश्वर पार्श्वनाथाय नमः 2િ5 હીં શ્રીં અહંમ નમઃ 4 હું શ્રી ગુરવે નમઃ શ્રી ભરત બાહુબલિ મહાકાવ્યનો સંક્ષિપ્ત ભાવાનુવાદ મહાકાવ્યનો ટૂંકો પરિચય : ઇક્વાકુ કુલભૂષણ ભગવાન શ્રી ઋષભદેવના સુપુત્ર ભરત ચક્રવર્તી છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી પોતાની રાજધાની અયોધ્યા નગરીમાં મહામહોત્સવપૂર્વક પ્રવેશ કરી રાજસભામાં પધાર્યા ત્યારે આયુધશાળાના પરિવારને સમાચાર આપ્યા કે “મહારાજાધિરાજ ! ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.” ભરત મહારાજાએ મહામંત્રી સામે પ્રશ્નસૂચક દૃષ્ટિ કરી. મહામંત્રીએ જણાવ્યું કે “જ્યાં સુધી એક પણ રાજા આપશ્રીની છત્રછાયામાં ના આવે ત્યાં સુધી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશી નહીં શકે.” છ ખંડ સાધ્યા બાદ મહારાજા વિચાર કરે છે કે “એવો કોણ માથાભારે રાજવી છે જે હજુ મારી આજ્ઞાનો સ્વીકાર કરવા તૈયાર નથી ?” મહામંત્રીએ જણાવ્યું, “મહારાજા, બીજા કોઈ નહિ. આપના જ લઘુભ્રાતા તક્ષશિલા નગરીના મહારાજા બાહુબલિ.” ત્યાર બાદ મંત્રીમંડળ સાથે પરામર્શ કરી બોલવામાં ચતુર, વાચાળ, સમયનો જાણકાર સુવંગ નામના દૂતને મહારાજા તક્ષશિલા મોકલે છે. સુવેગ દૂત ત્યાંથી પ્રસ્થાન કરી તક્ષશિલા નગરીમાં એ: છે. બહલી (તક્ષશિલા)નગરના ભૂભાગની સંપત્તિ, સૈનિકોનો થનગનાટ, નગરીનો વૈભવ વગેરે વિધવિધ આશ્ચર્યનો અનુભવ કરતો બાહુબલિની રાજસભામાં પહોંચી જાય છે. સાક્ષાત્ ઇન્દસભાની ભ્રાંતિ કરાવે તેવી મહારાજા બાહુબલિજીની રાજસભામાં ઉપસ્થિત થાય છે. ત્યાં મહારાજા સમક્ષ બે હાથ જોડી બેસે છે. હવે પછીનો વિષય મહાકાવ્યથી શરૂ થાય છે. છાયામઃ ગર अथार्षभि' भरतभूभुजां बलाद्, हृतातपत्रः स्वपुरोमुपागतः । विमृश्य दूतं प्रजिघाय वाग्मिनं, ततौजसे तक्षशिलामहीभुजे ।।१।। મહારાજા ભરત ભારતવર્ષના રાજાના છત્રોનું બળપૂર્વક હરણ કરીને અર્થાત્ છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી પોતાની નગરી અયોધ્યામાં પધાર્યા અને મંત્રીમંડળ સાથે વિચારવિમર્શ કરી મહાપરાક્રમી બળવાન એવા તક્ષશિલાના મહારાજા પાસે વાષ્પટુ - બોલવામાં નિપુણ એવા સુવંગ નામના દૂતને મોકલ્યો. ततः स दूतो विषयान्तरं रिपो - र्गतो वपुष्मानिव विस्मयं दधौ । रसान्तरं गच्छत एव विस्मयो, ह्यनेकधा भावविलोकनाद् भवेत् ।।२।। ૧. કાઉર્મિત - ગમ રૂ/રૂષદ ૨. વિષયના બે અર્થ થાય છે (૧) તે (વિષયસ્તૂપવર્તનમ્ - મિ. ૪/૧૩) (૨) વિ-અર્થ (ન્દ્રિયાથ વિષય - ગમતુ ર૦) ૩. રસાજારના બે અર્થ થાય છે (૧) રસ + અન્તર બીજી ભૂમિ (નાતી મેરિની રસી- મો ૪/૩) (૨) રપ + અન્તર બીજો રસ (ૐર ગતિ) - મિ. ર/ર૦૮,૨૦૨ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 288