Book Title: Bhagwan Shree Mahavir Dev Author(s): Chimanlal Nathalal Shah Publisher: Chimanlal Nathalal Shah View full book textPage 5
________________ ૪ ] ભગવાન શ્રી મારી આ માન્યતા દત હોવા છતાં પણ, સાગરાનન્દસૂરિની પાસે વારંવાર જતા કેટલાકને મેં વાત કરેલી કે-સાગરજી જે તેમનાં જે જે લખાણો વિષે હું પૂછું, તે તે લખાણને શાસ્ત્ર પ્રમાણેથી સાચાં સાબીત કરી આપે, તે હું મારી માન્યતા ફેરવવા તૈયાર છું, જાહેરમાં માફી માગવા તૈયાર છું અને જે કે-આ પક્ષને શાસ્ત્રાનુસારી વાત : સ્વીકારવામાં વધે નથી જ, છતાં હું કહું છું કે-આ પક્ષ જે ન માને અને એથી મારે આ નોકરી છોડવી પડે છે તે છોડવાય હું તૈયાર છું. શરત એટલી જ કે–સાગરજીએ મને પિતાના જવાબ લખીને જ આપવા જોઈએ અને શાસ્ત્ર પ્રમાણેના જે જે ભાવાર્થો વાંધા પડતા લાગે, તે તે વિષે કોઈ નિયત કરેલા પંડિત પાસેથી ખૂલાસ મેળવે જોઈએ.” મેં એમ પણ કહેવડાવેલું કે-“કમથી કમ આ એક જીવને ઉદ્ધારવાના હેતુથી પણ સાગરજી જે આ માટે તૈયાર થશે, તે ય એમને ઉપકાર હું કદિ જ નહિ ભૂલું.” અનેકાને કહેલી આ વાત સાગરાનન્દસૂરિજી પાસે પહોંચી કે નહિ, એ જૂદા જ પ્રશ્ન છે. પણ હું તે આ પુસ્તિકામાં તેમનાં મન્તવ્યોને મેં જે ખંડન કર્યું છે, તેને અંગે પણ એ જ વાત આગળ ધરીને જણાવું છું કે-આ પુસ્તિકામાં તેમનાં જે જે મતને મેં ખોટાં તરીકે જણાવેલ છે, તે સર્વને જે તેઓ ઉપરની રીતિએ સત્ય સાબીત કરી આપશે, તો તે જાહેર કરવા સાથે મારા ખર્ચે આ પુસ્તિકાની નકલે ફરી છપાવી, તેને હું બનશે તેટલો વધુ પ્રચાર કરવામાં આનન્દ માનીશ. સત્ય નિર્ણયના હેતુથી, તેમના તરફથી જે પ્રમાણો આપવામાં આવે, તે વિષે મારાં શ્રદ્ધેય સ્થાનેએ પૂછીને હું ખૂલાસા મેળવવા ઈછું, તો તેમાં તેમનાથી વાંધો લઈ શકાશે નહિ? કારણ કે-આ તે સત્યાસત્યના નિર્ણયનો સવાલ છે. વર્તમાનમાં ચાલતી નિયિદિન સંબંધી ચર્ચાને અંગે પણ, હું તેમને ઉન્માર્ગગામી માનતે હેઈ આ રીતિએ કરવાને તૈયાર છું. આટલાથી વાંચકોને ખાત્રી થશે કે–મેં કઈ જ અયોગ્ય હેતુથી આ પુસ્તિકા લખી નથી. વધુમાં, સાગરાનન્દસૂરિજી મેં જણાવ્યા મુજબ સાબીત કરવા તૈયાર નહિ થાય, તે નિરાગ્રહી અને સમ્યગ્દશ જનતા ઘણી જ સહેલાઈથી મારા મન્તવ્ય સાથે સમ્મત થઈ શકશે. –શ્રીકાન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50