Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪] ભગવાન શ્રી ' જે કે- તેમને તથા પ્રકારની સાધુસેવાને રોગ મળ્યો નહિ હતો, છતાં પણ તે શ્રી નયસાર અકરણય કરવા માટે આળસુ, અન્યને પીડા પમાડવાથી વિમુખ, ગુણ મેળવવામાં પ્રયત્નશીલ અને પરાયાં છિદ્રો જેવા માટે ચક્ષુ વિનાના હતા. આવી ઉત્તમતાને ધરનારા પણ શ્રી નયસારને તેમના વડિલે એકદા વિનયગુણ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો. ગુરૂજનના એ ઉપદેશને શ્રી નયસારે ઝીલ્યો. શ્રી નયસારની એકેએક પ્રવૃત્તિ વિનયમય . બની ગઈ. એનું પ્રત્યક્ષ પરિણામ એ આવ્યું કે-શ્રી નયસાર શગુમર્દન રાજાના અસાધારણ વિશ્વાસનું સ્થાન બની ગયા. એક વાર શત્રુમર્દન રાજાને પ્રાસાદ તથા રથ બનાવવા માટે ઉત્તમ કાષ્ઠોની જરૂર જણાઈ. રાજાને લાગ્યું કે-નયસાર પૂરતી કાળજીથી જરૂરી ઉત્તમ કાષ્ઠને તકલીફ વેઠીને પણ લઈ આવશે. આથી રાજાએ શ્રી નયસારને બોલાવીને, ઘણાં ગાડાં તથા સંખ્યાબંધ સેવકેની સાથે મહા અટવીમાં જઈઉત્તમ અને મજબૂત કાઠે લઈ આવવાની આજ્ઞા ફરમાવી. વિનયશીલ નયસાર પિતાના સ્વામિની આજ્ઞાને માથે ચઢાવી, આવશ્યક સામગ્રીથી સજજ બની, વિશિષ્ટ ભાતા સાથે મહા અટવીમાં પહોંચ્યા. એ મહા અટવી હિંસક પશુઓથી પરિપૂર્ણ હતી. શસ્ત્રધારી પણ એકાકી જેમાં ન ફરી શકે, એવી એ ભયંકર હતી. અહીં આવીને શ્રી નયસારે પોતાની સાથે આણેલ માણસમાંથી તેને લાયક એવા માણસને સરલ, લાંબા, વિશાલ, સુન્દર અને ગોળ અંધવાળાં વૃક્ષોને કાપવા માટે નિયુક્ત કર્યા. બીજા નેકરોએ રસાઈ આદિની તૈયારી કરી. આમ કરતાં મધ્યાન્હ સમય થવા આવ્યો. ભજનવેળા થયેલી જાણી શ્રી નયસાર જમવા માટે તૈયાર થયા અને તે જ વખતે તેમના સેવકોએ વિચિત્ર રસપ્રધાન રઈ લાવીને તેમની પાસે હાજર કરી. મધ્યાન્હ થઈ જવાથી શ્રી નયસાર ક્ષુધા અને તૃષાથી આતુર બની ગયા હતા, છતાં વિચાર કરે છે કે અત્યારે અહીં કોઈ અતિથિ આવી જાય તે કેવું સરસ થાય ? તે તે તેમને ભેજન આપીને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50