Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 22
________________ મહાવીરદેવ [[ ૨૧ શ્રી “મરીચિ તરીકેના ત્રીજા ભવમાં સમાધિ-મરણને પામેલા શ્રી નયસારને જીવ ત્યાંથી સૌધર્મ દેવલોકમાં ગયો. ત્યાંનું પલ્યોપમ પ્રમાણ આયુષ્ય ભેગવીને, ભગવાન શ્રી મહાવીરદેવને એ છવ શ્રી ભરત રાજાની વામાદેવી નામની ભાર્યાની કુક્ષિમાં આવ્યો. એ આગમન શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચિત હતું. શુભ મુહૂર્ત એમને જન્મ થયો. ‘ઉત્તમ તેજને વિસ્તારનાર તે પુત્રપણે જન્મતાં, તેમનું “મરીચિ' એવું નામ સ્થાપવામાં આવ્યું. સાગરાનન્દસૂરિનું આ લખાણ ભારોભાર અસત્યથી ભરેલું છે, કોઈ પણ શાસ્ત્રના વૃત્તાન્તને અનુકૂળ નથી જ, છતાં ખૂબી તે એ પણ છે કે તેઓ-કઈ પણ શાસ્ત્રમાં...નથી'-આવું લખવાની ધૃષ્ટતા કરી શક્યા છે. આ તેમના મિથ્યાભિમાનને જ પ્રતાપ છે. મિથ્યાત્વને કારણે ઉદય તેમને પીડી રહ્યો હોય, તેમ તેમણે શ્રી નયસારને અંગે સંખ્યાબંધ જુઠ્ઠી બાબતે તથા શાસ્ત્રવિરૂદ્ધ કલ્પનાઓ આલેખી છે. ૬-આને અંગે પણ સાગરાનન્દસૂરિએ મહત્ત્વની ભૂલ કરી છે. સાગરાનન્દસૂરિ તેમના સિદ્ધચક્રના વ. ૩, અં. ૭, પૃ. ૧૪૭ માં લખે છે કે જે કે અનુષ્ણ છતાં પ્રકાશ કરવારૂપ કાર્ય ઉદ્યોત નામકર્મને લીધે હોય છે અને તે નામકર્મ કેવળ સૂર્યના વિમાનપણે પરિણમેલા માત્ર પૃથ્વીકાયિક જીવોને જ હોય છે.” વસ્તુતઃ સૂર્યના વિમાનપણે પરિણમેલા પૃથ્વીકાયિક જીવોને જ આપ નામકર્મ હોય છે, જ્યારે ઉદ્યોત નામકર્મ તે યતિના વૈક્રિય શરીર આદિ અનેકને હોઈ શકે છે. જૂઓ પ્રથમ કર્મગ્રન્ય–ગાથા ૪૫ અને ૪૬. " रविबिंबे उ जिअंगं, तावजुअं आयवाउ न उ जलणे । जमुसिणफासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति॥४५॥" " अणुसिणपयासरूवं, जिअंगमुजोअए इहुज्जोआ । जयिदेवुत्तरविक्किय-जोइसखजोअमाइव्व ॥ ४६॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50