Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 30
________________ મહાવીરદેવ [ ૨૯ રમાં એવી અભિલાષાએ જડ નાખી કે-હું સાજો થાઉં તે મારે એક શિષ્ય બનાવું, કે જેથી તે મારી સેવા કરે.” વ્યાધિમુક્ત બન્યા પછી પોતાનો એક શિષ્ય બનાવવાની મરીચિની અભિલાષા હતી અને ભવિતવ્યતાના ગે એ પ્રસંગ પણ બની ગયા. એ પ્રસંગે ભગવાન શ્રી મહાવીરદેવના આ આત્માને કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર વધારી દીધે. એક વાર મરીચિની ધર્મદેશનામાં કપિલ નામને રાજપુત્ર આવ્યો. ખૂબી એ હતી કે–હજુ પણ મરીચિ શ્રી જિનકથિત ધર્મને જ ઉપદેશ આપતા હતા. એ મુજબ મરીચિએ કપિલને પણ પાંચે ય ઈન્દ્રિયોના નિગ્રહથી શુદ્ધ અને મહાવ્રતના પાલનયુક્ત સાધુધર્મ કહી સંભળાવ્યું. એ સાંભળી કપિલે કહ્યું કે-“તમે બાહ્ય વેષથી વિલક્ષણ દેખાઓ છો અને તમારું કથન જૂદા પ્રકારનું છે, તે આમાં સાચું શું?” મરીચિએ કહ્યું કે-“મેં તે તને સાધુધર્મ સંભળાવ્યા. એ યક્ત સાધુધર્મને પાળવાની શક્તિના અભાવે, પ્રબલ પાપકર્મના ઉદયથી મેં આ દુર્ગતિગમનના કારણભૂત કલ્પિત કુવેશને સ્વીકાર કર્યો છે : માટે તું શંકા કર્યા વિના શુદ્ધ શ્રમણધર્મને જ સ્વીકાર કર!” મરીચિએ આટલું સ્પષ્ટ કહેવા છતાં પણ, દુર્ભાગી કપિલ મરીચિને પૂછે છે કે-એ સાચું, પણ તમારી પાસે ય કોઈ નિર્જરાનું સ્થાન છે કે નહિ ?” જે મરીચિએ અત્યાર સુધી, સંયમને પરિત્યાગ કરવા છતાં પણ, શુદ્ધ માર્ગદેશકતા જાળવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં પિતાની પાપમય પામરતા જાહેર કરી હતી, તે મરીચિ અહી ભૂલ્યા. પોતે સ્વીકારેલા માર્ગમાં નિર્જરાનું કોઈ જ સ્થાન નહિ હોવા છતાં પણ, તેવું કહેવાને તેઓ ઉત્સાહિત બની શક્યા નહિ. તેમણે કહ્યું કે “કપિલ ! નિર્જરાનું સ્થાન તો શ્રમણધર્મમાં છે અને અહીં પણ કિંચિત છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50