________________
૩૨ ].
ભગવાન શ્રી એ પુત્ર હતા, પણ રાણુના આગ્રહથી રાજાને વિશ્વભૂતિ સાથે કપટ રમવું પડ્યું. આ કપટની જ્યારે વિશ્વભૂતિને ખબર પડી, ત્યારે પહેલાં તો તેઓ ખૂબ કપાકુલ બની ગયા, પણ તાતની લજજા અને કુળને કલંક લાગવાને ભય આદિ વિચારથી તેમણે પિતાના કોપના વેગને શાન્ત કર્યો. પછી તે તેઓ સંવેગને પામ્યા અને સંસારની અસારતાને નિશ્ચય કરીને શ્રી સંભૂતિસૂરિ મહારાજાની પાસે જઈ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તેમને દીક્ષિત બનેલા સાંભળી, તેમના પિતા અને પિતાના લઘુબધુ વિશાખાભૂતિ સાથે વિશ્વનંદી રાજા ત્યાં આવ્યું. તેણે રાજ્યનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી, પણ શ્રી વિશ્વભૂતિ મુનિવરે તેને સ્વીકાર કર્યો નહિ. શ્રી વિશ્વભૂતિ મુનિવર ગુરૂકુળવાસને સેવતાં મહા તપસ્વી અને સૂત્રાર્થના જ્ઞાતા બન્યા. તપથી અતિ કુશ બનેલા અને શ્રી જિનાગમના પરમાર્થને સારી રીતિએ પામેલા તેમને, ગુરૂએ એકાકી વિહરવાની આજ્ઞા આપી. એક વાર તેઓ માસખમણને પારણે ભિક્ષા માટે મથુરાનગરીમાં પેઠા. વિશ્વભૂતિ રાજાને પુત્ર વિશાખાનંદી પણ ત્યાં આવેલ. અચાનક કોઈ એક નવપ્રસૂતા ગાયની સાથે અથડાવાથી શ્રી વિશ્વભૂતિ મુનિવર પડી ગયા, એટલે વિશાખાનંદીએ તેમની પૂર્વના બલને યાદ આપતી મશ્કરી કરી. આથી કોપાયમાન થયેલા તેમણે પેલી ગાયને શીંગડાવતી પકડીને આકાશમાં ભમાવી. આટલેથી જ નહિ અટકતાં, કેપને આધીન બનેલા તેમણે નિયાણું કર્યું કે-“મારી આ ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી હું ભવાંતરમાં ઘણું પરાક્રમવાળો થઈને આ વિશાખાનંદીને મૃત્યુ પમાડનાર થાઉં !” અહીં પણ પાપની આલોચના કર્યા વગર જ તેમનું મૃત્યુ થયું. આ સેલમો ભવ.
અહીંથી મૃત્યુ પામીને ભગવાન શ્રી મહાવીરદેવને એ જીવ મહાશુક્ર નામે દેવલેકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયે, એ સત્તર ભવ.
ત્યાંથી આવીને એ જીવ પિતનપુરમાં રિપપ્રતિશત્રુ રાજાને ત્યાં, તેની મૃગાવતી નામની પુત્રી, કે જેણીને તેણે પિતાની પત્ની બનાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com