________________
મહાવીરવ
[ ૪૭ અવધિજ્ઞાનથી ભગવાને જોયું કે “જે હું આ અવસરે જ દીક્ષા લઉં તે તે ઘણુઓ નષ્ટચિત્ત અને પ્રાણુરહિત થઈ જાય.”
આવી સ્થિતિને ઉત્પન્ન થતી અટકાવી શકાય અને પિતાની ધારણને સફલ બનાવી શકાય, એ માટે ભગવાને ઉપાય છે . નન્દિવર્ધન આદિ સ્વજનોને ભગવાન પૂછે છે કે જ્યારે તમે મને અત્યારે દીક્ષા લેવાની ના કહે છે, તો એ કહે કે હજુ મારે તમારે શોક દૂર થાય એ માટે કેટલો કાળ સંસારમાં રહેવું?” સ્વજનેએ બે વર્ષની માગણી કરી. ભગવાને તેને શરતી સ્વીકાર કર્યો.
એ પછી એક વર્ષે ભગવાને વાર્ષિક દાન દેવાનું શરૂ કર્યું. એમ બે વર્ષ થઈ જતાં ભગવાન દીક્ષા લેવાને તૈયાર થયા. નન્દિવર્ધનને દુઃખ તે ઘણું થયું, પણ વચનબદ્ધ થયેલ હેઈ બોલાય તેમ હતું નહિ.
માગશર વદ દશમે દીક્ષિત બનતાંની સાથે જ ભગવાન ચોથા મન:પર્યવ જ્ઞાનના પણ સ્વામી બન્યા. બાર વર્ષ ને સાડા છ માસના દીક્ષા પછીના છાસ્થ કાલમાં પ્રભુએ જે તપશ્ચર્યા કરી છે, જે અપ્રમત્તતા જાળવી છે અને જે ઉપસર્ગો સહ્યા છે, તે વચનાતીત છે. સાડા બાર વર્ષથીય વધુ કાળમાં પ્રમાદકાળ માત્ર અન્તર્મુહૂર્ત, એ સામાન્ય વાત નથી. તપમાં પણ ભગવાને બે છમાસી તપ કર્યો, કે જેમાંને એક પાંચ દિવસ ન્યૂન હતા. વળી બે ત્રણમાસી, બે અઢી માસી અને છ બેમાસી તપ કર્યો. આ ઉપરાન્ત બે દેઢમાસીને, બાર માસક્ષપણને અને તેર પક્ષક્ષપણને તપ કર્યો. બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા અને દશ દિવસની સર્વ
ભદ્ર પ્રતિમા ભગવાને આરાધી. ૧૨ અક્રમ અને ર૨૯ છઠ્ઠ પણ કર્યા. આ સઘળા જ તપશ્ચરણમાં ભગવાને પાણીને ઉપયોગ પણ કર્યો નથી. અપ્રીતિવાળા સ્થળે વાસ કરવો નહિ, સદા પ્રતિમાઓ રહેવું, ગૃહસ્થને વિનય કરવો નહિ, મૌન ધારણ કરવું અને હાથમાં લઈને જ ભોજન કરવું-આવા પાંચ અભિગ્રહને ગ્રહણ કરીને
ક્ષમાનિધિ ભગવાન આર્ય તથા અનાર્ય પણ દેશમાં વિચર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છે અને જે
માત્ર અ
જેમને