Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 49
________________ ૪૮ ] ભગવાન શ્રી આ રીતિએ તપશ્ચર્યાને કરતા, ઉપસર્ગોને જીતતા અને અપ્રમત્તપણે સંયમમય જીવન જીવતા ભગવાન જ્યારે જુવાલિકા નદીના ઉત્તર તટે પધાર્યા, ત્યારે શાલરૂની નીચે છઠ્ઠને તપ કરીને ઉત્કટિક આસને રહી આતાપના કરવા લાગ્યા. ત્યાં જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇને, એ તારકે વીતરાગતા અને તે પછી કેવલજ્ઞાન પણ વૈશાખ શુદ દશમે વિજય મુહૂર્ત પ્રાપ્ત કર્યું. ત્યાં જ દેવતાઓએ રચેલા સમવસરણમાં વિરાજી પ્રભુએ પ્રથમ દેશના દીધી. આ પછી ત્યાંથી વિહાર કરીને પ્રભુ “અપાપા” નગરી નજદિકના મહાસેનવન નામના ઉદ્યાનમાં પધાર્યા અને ત્યાં પ્રભુએ તીર્થની સ્થાપના કરી. એ તારકે કલ્યાણના એકના એક માર્ગને પ્રકાશિત કર્યો. આજે પણ આપણે એજ માર્ગને અનુસરી આપણું કલ્યાણ સાધી શકીએ છીએ. કેવલજ્ઞાન પામ્યા પછી ૨૯ વર્ષ અને પા મહિના સુધી મુક્તિમાર્ગને પ્રકાશિત કરીને ભગવાન આસો વદ અમાવાસ્યાની રાત્રિએ નિર્વાણ પામ્યા. ભાવદીપક બુઝાવાથી રાજાઓએ દ્રવ્યદીપક પ્રગટાવ્યા અને ત્યારથી તે દિવસ દીવાળી’ તરીકે વ્યવહારમાં આવ્યું. આ પુસ્તિકા આખી કે તેને કેઈ પણ ભાગ છાપતાં કે છપાવતાં પૂર્વ લેખકની લેખિત સંમતિ અવશ્ય મેળવવો. Printed at The · Vir-Vijya' Printing Press, by Keshavalal Sankalchanit Shah Ratan Pole : Sagar 8 Khadaki : AhmedabadShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50