Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 47
________________ ભગવાન શ્રી તે તારકે લગ્નાદિ કરે છે. પાણિગ્રહણ કરેલી સ્ત્રીઓની સાથે તે આત્માએ જ્યારે ભેગ ભોગવતા હોય છે, ત્યારે તેઓ જાણે કે નીચ પણ ઉપાય દ્વારા શત્રને જીતવા જેવી ક્રિયા કરતા હોય છે. બહારથી રાગ દર્શાવતા એવા પણ તે તારકનું અન્ત:કરણ શુદ્ધ જ હોય છે. આ રીતિએ શ્રી વર્ધમાનકુમારનું લગ્ન થયું. એના ફલસ્વરૂપ તેઓ એક પુત્રિના પિતા બન્યા, કે જેનું નામ પ્રિયદર્શના રખાયું હતું. શ્રી વર્ધમાનકુમાર ૨૮ વર્ષના થતાં, તેમનાં માતા-પિતાએ અનશન આદરી સમાધિમરણને વધાવી લીધું. આ રીતિએ પિતાના અભિગ્રહનો કાલ પૂર્ણ થતાં ભગવાને દીક્ષિત બનવાનો વિચાર કર્યો. ભગવાને પિતાના વડિલ ભાઈ નન્દિવર્ધનને વાત કરી. નદિવર્ધન તે ભગવાનને જ પિતાનું રાજય આપવા ઈચ્છતા હતા, પણ ભગવાનને આગ્રહ કરવા છતાં ય ભગવાને જ્યારે તેનો અસ્વીકાર કર્યો, ત્યારે જ મંત્રિઓના આગ્રહથી તેમણે રાજ્ય સ્વીકાર્યું હતું. આથી દીક્ષાની વાત સાંભળતાં જ તેઓ અતિશય દુઃખને પામ્યા. ગદ્દગદિત વાણીએ તેઓ બોલ્યા કે-“હજુ તે માતા–પિતાના વિયોગનું દુઃખ તાજું છે, ત્યાં આ વાત ? ઘાના ચીરા ઉપર મીઠું ભભરાવવા જેવી આ વાત બોલશે જ નહિ.” અહીં પણ ભગવાનને ઔચિત્ય આદરવાની આવશ્યકતા જણાઈ ૧૧-સાગરાનન્દસૂરિએ આ વાત સામે પણ વિરોધ કરાવ્યો છે, પણ તે અયોગ્ય જ છે. જૂઓ“ ખ્રિસ્થાનિ, ત્રાજળિ નાના तदा विवाहमप्यंगी-कुर्वते ते यथाविधि ॥१॥ " सह पाणिगृहीतीभि-विषयानपि भुंजते । क्षेप्तुं कर्माणि यन्नीचो-पायेनापि रिपुं जयेत् ॥२॥ " बहीरागं दर्शयंतोऽप्यंतः शुद्धाः प्रवालवत् । प्राप्तेऽपि चक्रभृद्राज्ये, न व्यासका भवंति ते ॥३॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50