Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 46
________________ મહાવીરદેવ [ ૫ સિદ્ધાર્થ રાજાને કહેવડાવ્યું. શ્રી સિદ્ધાર્થ રાજા તે કહેણનો એકદમ સ્વીકાર કરી શકતા નથી. તેઓ કહે છે કે-“અમને તો એને વિવાહત્સવ જેવાની તીવ્ર ઈચ્છા છે, પણ એ જન્મથી જ વિરાગી હેઈ તેની પાસે અમે તેના લગ્નની વાત પણ કરી શકતાં નથી. આમ છતાં તમારે આગ્રહ છે તે હું જઈશ.” શ્રી સિદ્ધાર્થ રાજાએ આ વિષે શ્રીમતી ત્રિશલાદેવીને વાત કરી અને મિત્રો દ્વારા કહેવડાવવાનો નિર્ણય કર્યો. મિત્રોએ આવીને શ્રી વર્ધમાનકુમારની સાથે લગ્નની વાત કરવા માંડી, પણ પરમ વિરાગી ભગવાને તેને સ્પષ્ટ ઈનકાર કર્યો. મિત્રએ જેમ જેમ આગ્રહ કરવા માંડ્યો, તેમ તેમ શ્રી વર્ધમાનકુમારે વધુ ને વધુ પ્રબલ પ્રતિકાર કર્યો. આમ મિત્રોની સાથે વાતચીત ચાલે છે, ત્યાં તે શ્રીમતી ત્રિશલાદેવી જાતે જ ત્યાં પધાર્યા. માતા પધારતાંની સાથે જ શ્રી વર્ધમાનકુમાર ઉભા થઈ ગયા, તેમને નમસ્કાર કરીને આસન ઉપર બેસાડ્યાં અને કહ્યું કે–“આપને અહીં કેમ આવવું પડયું ? આપ અહીં પધાર્યા તેથી મને તો આનન્દ જ થયો, પણ આપે જે મને બોલાવ્યો હેત, તે આપની આજ્ઞાને માથે ચઢાવી તરત જ હું ત્યાં આવત.' શ્રીમતી ત્રિશલાદેવી અતિશય આર્કતાભરી માગણી કરે છે. “તમે અમારા ઉપર અનુકંપા કરે અને પરણે’-એમ પણ કહે છે. માતાનાં આજીજીભર્યા વચન સાંભળી ભગવાન વિચારે છે કે“શું કરવું ?” ભેગની ઈછા લેશ પણ નથી અને માતાના આગ્રહને પાર નથી. આખર પિતે જૂએ છે કે–ભોગફલ કર્મ બાકી છે અને માતાપિતાને આનંદ ઉપજે તેમ છે.”—એટલે શ્રી વર્ધમાનકુમાર યશોદાની સાથે પરણવાની હા પાડે છે. ખરેખર, શ્રી તીર્થંકરદેવના જે આત્માઓ પરણે છે અને ભોગે ભોગવે છે, તેમાં કર્મનિર્જરાને જ હેતુ હોય છે. પિતાનાં તેવા પ્રકારનાં કર્મોને જે તે સ્ત્રીના પરિગ્રહથી જ નિર્જરે એવાં જૂએ છે, તો જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50