Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 44
________________ મહાવીરદેવ [૪૩. માતા-પિતાને ય કમ દુઃખ થયું નહોતું. ત્યાં પરિણામ અસુન્દર નહિ હતું, માટે એ તારકેએ તે દુઃખને અટકાવવા માટે પોતાની પ્રવ્રયાને અટકાવી નહિ. આપણે તે માતા-પિતાના ભાવિને જાણતા જ નથી, એટલે દીક્ષાર્થિઓ આજ્ઞાવિહિતપણે તેમના ચિત્તસત્તાપને દૂર કરવાને. પ્રયત્ન કરવો જોઈએ અને એમ કરતાં જે તેઓની અનુમતિ ન જ મળે, તો તેમનો અવશ્યમેવ ત્યાગ કરવો જોઈએ. એ ત્યાગ કરનારને તેમના ચિત્તસત્તાપથી દોષ લાગતો નથી. - ભગવાન શ્રી મહાવીરદેવના આ પ્રસંગને અંગે પણ માતાપિતાના ઉદ્દેગને નિરાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવો આદર્શ પૂરો પાડયો હોવાનું વર્ણન મળે છે. આવાં વર્ણને જ્યાં જ્યાં આવે, ત્યાં ત્યાં તે વસ્તુનું આજ્ઞાવિહિતપણું હોય છે તે જ આવે છે, એમ સમજવું જોઈએ. આજ્ઞાવિપરીત એવી કઈ પણ વસ્તુને માટે આવું વર્ણન આવે જ નહિ. આજ્ઞાવિહિત વસ્તુના આદરમાં ઉત્સાહિત બનાવવાને માટે કહેવાએલી આવી વાતોને, ભગવાનનું અનુકરણ કરવાના ચાળા કરવાના ઉપયોગમાં લેવી, એ હિતાવહ નથી. શ્રી જૈનશાસનને. કાયદે છે કે ગુરૂ વિનાના કેવલજ્ઞાની પણ કોઈને શિષ્ય બનાવી શકે નહિ. જેણે ગુરૂ કર્યા નથી તેને ગુરૂ બનવાનો અધિકાર જ નથી. આ કાયદે શ્રી તીર્થંકરદેવ માટે નથી. એ તારકે તો કઈ જ ગુરૂને નહિ સ્વીકારવા છતાં, અનેકને શિષ્ય બનાવે છે. એ સિવાયના જે કોઈ એમ કરે તે વિરાધક જ છે. આવી તે શ્રી તીર્થંકરદેવના આત્માએની અનેકવિધ વિશિષ્ટતાઓ છે. આમ હાઈને, સામાન્ય રીતિએ તે એમ જ કહેવાય કે-૧ભગવાને કહ્યું તે કરવાનું પણ કર્યું તેનહિ.” ૧૦-સાગરાનન્દસૂરિએ આ વાતનો પણ વિરોધ કર્યો છે. સિહચક્રના તા. ૨૭ : ૧૧ : '૩૨ના અંકમાં ૯૨ મા પાને અને તા. ૨૨ : ૭:૩૩ ના અંકમાં ૪૬૩ મા પાને સાગરાનન્દસૂરિ લખે છે કે “સાધારણ બોધ માત્રથી ફાવે તેમ બેલી નાખનારાઓએ તીર્થકરેએ કર્યું તે ન કરવાનું કહેવા દિશા ફેરવવી જ રહે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50