Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 40
________________ મહાવીરદેવ [ ૩૯ જૂએ છે. આ સ્વપ્ન ઉપરથી તેના પરમાર્થના જ્ઞાતાઓ ગર્ભમાં રહેલા પણ આત્માના ભાવિને કહી શકે છે. ચૌદ સ્વપ્નને પિતાના મુખમાં પ્રવેશ કરતાં જોઈને, શ્રીમતી ત્રિશલાદેવી પરમ આનન્દને પામ્યાં અને પિતાના સ્વામી શ્રી સિદ્ધાર્થ રાજાની પાસે જઈ તે હકીક્ત જણાવી. શ્રી સિદ્ધાર્થ રાજાએ ભાગ્યવાન પુત્ર ગર્ભમાં આવ્યાની કલ્પના કરી. પ્રભાતે અષ્ટાંગ નિમિત્તના પરમાર્થવેત્તાઓને બેલાવીને પૂછતાં, તેમણે પણ કહ્યું કે-“તમને ધર્મચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે.” આ પછી તે ઈન્દ્રની આજ્ઞા પામેલા તિર્થંભક દેવતાઓ શ્રી સિદ્ધાર્થ રાજાના ભવનમાં વિવિધ મહાનિધાન ભરવા લાગ્યા. તેમજ મહા પુણ્યવાન આત્માના પુણ્યપ્રભાવે, અત્યાર સુધી જે રાજાઓ બાહુબલના ગર્વથી શ્રી સિદ્ધાર્થ રાજાને નમતા નહોતા, તેઓ પણ શરણે આવવા લાગ્યા. શ્રી સિદ્ધાર્થ અને શ્રીમતી ત્રિશલા-- દેવી એમ જ માનતાં કે-આ સઘળો જ પ્રભાવ ગર્ભમાં આવેલા પુણ્યાત્માના પુણ્યને છે.” આથી તેઓ વારંવાર તે વિષે ગોષ્ઠિ કરતાં અને અનેકવિધ મનોરથ સેવતાં. એક વાર તે તેમણે નક્કી કર્યું. કે-“જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો છે, ત્યારથી આપણે સર્વ પ્રકારના વૈભવમાં વૃદ્ધિને પામ્યાં છીએ, આથી જ્યારે આને જન્મ થશે. ત્યારે આપણે આનું વર્ધમાન” એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપન કરીશું.” હવે અહીં જ્યારે આ રીતિએ દિન-પ્રતિદિન આનન્દની વૃદ્ધિ. થઈ રહી છે, ત્યારે દેવાનન્દાની અતિશય દુર્દશા થઈ રહી છે. ભગવાન જ્યારે તેણુના ઉદરમાં આવ્યા, ત્યારે તેણુએ પણ ચૌદ સ્વમ. જોયાં હતાં, પરંતુ ૮૨ મા દિવસે ગર્ભસંક્રમણ થતાં તેણીએ પિતાના વદન કમળમાંથી ચૌદ મહાસ્વપ્નોને પ્રતિનિવૃત્ત થતાં જોયાં. આ જોતાંની સાથે જ તે પામી ગઈ કે મારા ગર્ભનું હરણ થયું.” અને એથી. તેણીના અન્તરમાં ભારે શોક વ્યાપી ગયો. તેણી આક્રન્દ કરતી. છાતી ફૂટવા લાગી અને પિતાના દુર્ભાગ્યને નિન્દવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50