Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 29
________________ ૨૮ ] ભગવાન શ્રી પામ્યા. તે પછી પણ મરીચિ તો ભગવાનના સાધુઓની સાથે જ વિચરતા. પોતાની પાસે જે કોઈ ધર્મ સાંભળવાને આવતા, તેમને મરીચિ શ્રી જિનકથિત ધર્મને જ ઉપદેશ આપતા અને પ્રતિબોધ પામીને જે કોઈ દીક્ષા લેવાને તૈયાર થતા, તેમને તેઓ ભગવતના સાધુઓની પાસે જ મોકલી આપતા. પોતે કેઈને પણ શિષ્ય બનાવતા નહિ. હવે એવું બન્યું કે-એક વાર મરીચિ બીમાર થયા. બીમારી પણ કારમી હતી. પોતાને માટે જરૂરી અન્ન-પાન લાવવાની શક્તિ રહી નહિ, શરીરસંસ્કાર આચરવાને ય તે અસમર્થ બની ગયા અને બોલવાની તાકાત પણ ગુમાવી બેઠા. મરીચિના ઉપદેશથી પ્રતિબંધ પામી દીક્ષિત બનેલા પણ અનેક સાધુઓ ત્યાં વિદ્યમાન છે, પરંતુ સંયતથી અસંયતની સેવા આદિ ન થઈ શકે–એવી માન્યતાના કારણે, નથી તે કઈ તેમના વ્યાધિનિવારણ માટે પ્રયત્ન કરતા કે નથી તે કેઈ તેમના વ્યાધિની હકીકત પૂછતા. આ વખતે મરીચિને ક્ષણભર એમ થઈ જાય છે કે-આ સાધુઓ કેવા નિર્દય છે? કેવા સ્વાર્થી છે ? લેકવ્યવહારથી કેટલા વિમુખ છે? હું તમને ઉપકારી છું, ચિરકાલનો પરિચિત પણ છું અને એક જ ગુરૂના હાથે અમે દીક્ષિત થયેલા છીએ તથા સમાન ધર્મમાં પ્રતિબદ્ધ પણ છીએ. આમ છતાં, તેઓ મારા તરફ સ્નિગ્ધદષ્ટિએ જેવા માત્રની પણ તસ્દી લેતા નથી !” આ વિચાર આવ્યો તે ખરો, પણ તે મરીચિના વિવેકશીલ અન્તઃકરણમાં સ્થિરતા પામી શક્યો નહિ. મરીચિએ તરત જ વિચાર્યું કે-“મારે આવું ખરાબ ચિન્તન કરવું એ યોગ્ય નથી. આ મહાનુભવ મુનિવરો પોતાના શરીર પ્રત્યે પણ નિર્મમ છે અને એથી તેઓ જ્યાં પિતાના શરીરની પણ પરિચર્યા કરતા નથી, ત્યાં વળી મારા જેવા ભ્રષ્ટની પરિચય તે કરે જ શાના?” આ રીતિએ, પોતાના અન્તરમાં પ્રગટેલા સાધુઓ પ્રત્યેના દુર્ભાવને તે મરીચિએ દૂર કર્યો, પણ તે જ વખતે મરીચિના અન્તShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૩ શાખા પ્રગટેલા સચિન અને

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50