Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 26
________________ [ ૨૫ મહાવીરદેવ એકદા ઉનાળામાં અગ્નિની જવાલા સમાન વિકરાળ સૂર્યનાં કિરણ તપતાં, દઢ ચારિત્રાવરણીય કર્મને દેષથી શ્રી મરીચિમુનિનું હદય મલિન બન્યું. ગરમ પવન, પસીને અને નહિ નહાવાના યોગે પણ પ્રસરતો મલ સહવો તેમને અતિશય આકરું લાગે. મેહપિશાચે શ્રી મરીચિ મુનિને પરાસ્ત ક્ય. આમ સંયમમાં શિથિલ થયેલા શ્રી મરીચિમુનિએ “શું કરવું?– એ વિષે બહુ બહુ વિચાર કર્યા. ઘેર પાછા જવું, એ એમને સલામત લાગ્યું નહિ. “ઘેર પાછા જવું એ તો મારા માટે સર્વથા અયુક્ત છે”—એમ એમને લાગ્યું. સંયમપાલન અશક્ય બન્યું અને ઘેર જવું નહિ એવો નિર્ણય કર્યો, એટલે તેઓ કઈ અનુકૂળ ઉપાય શોધવા લાગ્યા. આખર તેમણે ત્રિદંડી વેષ ક. પિતે મન, વચન અને કાયાના ત્રિદંડથી જીતાએલા હેઈને, તેના ચિન્હ રૂપ ત્રિદંડ રાખવાને નિર્ણય કર્યો. એ જ રીતિએ જુદી જુદી દષ્ટિએ માથે શિખા રાખવાને, સુવર્ણમુદ્રિકા રાખવાને, ચન્દનાદિક રાખવાને, છત્ર તથા rઉપાનહ રાખવાન, રંગેલાં વસ્ત્ર રાખવાનું અને પરિમીત જલથી સ્નાન કરવાને નિર્ણય કર્યો. આ બધી કલ્પના શ્રી મરીચિમુનિએ પિતાની અસંયમશીલતાને આંખ સામે રાખીને જ કરી છે. સંયમ પ્રત્યે તેમના હૈયામાં લેશ પણુ દુર્ભાવ પ્રગટયો નથી. પ્રભુમાર્ગ પ્રત્યેને તેમને અવિહડ રાગ કાયમ જ છે. “આ યતિધર્મ અત્યન્ત અપ્રમત્ત અને મહા સત્વશાલીને જ આદરવા યોગ્ય છે અને હું તે દુર્દાન્ત ગર્દભ સમાન છું.”—એવી તેમની માન્યતામાં પરિવર્તન આવ્યું નથી. આ જ કારણે પિતાની કલ્પના મુજબને ત્રિદંડી વેષ ધરવા છતાં પણ તેઓ પ્રભુની સાથે ફરતા હતા અને સૂત્રાર્થના જાણુ તથા તપદેશ આપવાને સમર્થ હોવાથી, જે કોઈ તેમને ધર્મ પૂછવા આવતા, તેમને તેઓ શ્રી જિનાજ્ઞાનુસારી જ ઉપદેશ આપતા હતા. મુનિઓના આચારનું પણ તેઓ યથાર્થ વર્ણન કરતા હતા અને-“જે અખંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50