Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 4
________________ [ ૩ મહાવીરવ જાય, તેની શક્ય એટલી કાળજી રાખવામાં આવી છે. છતાં હું અલ્પજ્ઞ છું, છઘસ્થ છું. આથી જે આમાં લેશ પણ મિથ્યાવાદિતા આવી જવા પામી હોય, તે તે બદલ ત્રિવિધ ક્ષમા યાચું છું. હવે એક અતિ અગત્યની બાબત જણાવી દઉં. આ પુસ્તિકામાં અનેક સ્થાનોએ નોંધે મૂકીને, સાગરાનન્દસૂરિના તે તે સંબંધી મિથા મન્તવ્યનું ખંડન કરવામાં આવ્યું છે. કેટલાકને એવો ભાસ થશે કે“આ પુસ્તિકા સાગરાનન્દસૂરિનાં મન્તને વિરોધ કરવાના હેતુથી જ લખવામાં આવી છે. વસ્તુતઃ તે એક પ્રાસંગિક કાર્ય તરીકે જ બનેલ છે, છતાં કોઈ તેવા જ હેતુનું આપણુ કરવા ઈચ્છશે તે ય મને વાંધો નથી તે મિથ્યાવાદી બને એ રૂચિકર નહિ હોવા છતાં, મને તો તેવો આરોપ પણ ઈષ્ટ જ છેકારણ કે-છેલ્લાં કેટલાંક વર્ષોથી મારી એ માન્યતા સતતપણે દૃઢ થતી આવી છે કે “સાગરાનન્દસૂરિ, એ વર્તમાન કાલના એક ભયંકર ઉસૂત્ર-પ્રરૂપક છે. જ્યારે જ્યારે પ્રસંગ પ્રાપ્ત થયે, ત્યારે ત્યારે મેં આ વાતની જાહેરાત પણ કરી જ છે. થોડાક જ મહિનાઓ અગાઉની વાત છે. સાગરાનન્દસરિ તરફથી ધર્મચક્ર” નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાની હિલચાલ થઈ રહી હતી. એ સાપ્તાહિકના સંચાલન માટે પગારથી મારું રોકાણ કરવાની ઈચ્છા હોવાથી, મને કાન્તિલાલની સાથે કહેવડાવવામાં આવ્યું. મેં તેમને કહ્યું કે-“બીજે વધારે પગાર મળે તેમ હોય, તો ય બની શકે ત્યાં સુધી ચાલુ નોકરીને છોડવી નહિ, એવી મારી માન્યતા છે. સિદ્ધચક્ર” કાઢતી વેળાએ પણ મને પૂછવામાં આવતાં ચન્દ્રસાગરજીને મેં કહેલું કે- આપે એ વિષયમાં શ્રી વીરશાસનના સંચાલકની સંમતિ મેળવવી જોઈએ.” તે વખત કરતાં અત્યારે ઘણો ફેર છે. નેકરી ખાતર નહિ, પણ અંગત રીતિએ હું સાગરજીને ભયંકર ઉત્સવપ્રરૂપક માનું છું, એટલે મને નોકરીમાં રાખવાની વાત નિરર્થક છે.” વિગેરે. આ વાત પ્રસંગ પામીને મેં મફતલાલ ઝવેરચંદને કહી. તેમને આશ્ચર્ય થયું. તેમણે કાતિલાલને પૂછી જોયું. પરિણામે તેમના ઉપર એવી અસર થઈ કે-વાત સાચી હતી અને તે ચન્દ્રસાગરજીએ કાન્તિલાલ દ્વારા કહેવડાવેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50