________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કપાસ ખેતરમાં વાવો, એ તૈયાર થાય પછી રૂની ગાંસડીઓ બંધાય, તેને ગોડાઉનમાં લાંબા સમય સુધી રાખો તો પડી રહેશે પણ કોઈ આવીને દિવાસળી ચાંપે તો બળતાં કેટલી વાર થાય ? રૂની ઢગલાબંધ ગાંસડીઓને બળતાં વાર લાગતી નથી તેમ અનંતકાળનાં કર્મોને પણ બળતાં વાર લાગતી નથી. ધીમે ધીમે કર્મો ઓછા કરવાં છે કે એકીસાથે છેડો ફાડવો છે, તે તમારા ઉપર આધાર રાખે છે પણ અનંતકાળનાં કર્મો કાઢવા અનંતકાળ જોઇતો નથી.
ત્રણ વાતો કરી. એક મોક્ષ માટે અવિરોધ ઉપાય નથી, જો મોક્ષ હોય તો પણ ફાયદો નથી, કર્મો અનંતકાળનાં છે અને અનંતકાળનાં કર્મો કેવી રીતે છેદી શકાય ?
ગુરુદેવ કહેવાના છે કે કર્મો અનંતકાળના પ્રવાહની અપેક્ષાએ છે. જેમ તમારે કુળની પરંપરા એટલે સંતતિ ચાલે છે ને ? દીકરો, પછી દીકરાનો દીકરો, પછી તેનો પણ દીકરો. વહીવંચો એટલે બારોટ ચોપડા લઈને આવે છે ને ? અને તમને વંશનો પ્રવાહ વંચાવ્યા જ કરે છે. અહીં સાતત્ય છે તેમ કર્મોનું પણ સાતત્ય છે. અનંતકાળથી કર્મો છે પણ જુદાં જુદાં. એક ને એક નહિ. કર્મો તો ઉદયમાં આવે એટલે ભોગવાતાં જાય છે અને પાણીના પ્રવાહની જેમ નવાં નવાં કર્મો બંધાય છે અને ઉદયમાં આવ્યા કરે છે તથા અનંતકાળના કર્મો છેદવા અનંતકાળ જોઇતો નથી. આ બધી સ્પષ્ટતા ૯૩મી ગાથામાં થશે. હવેની ગાથાઓ અદ્ભુત છે, ગંભીર છે. બહુ ધ્યાનથી, જાગૃતિથી આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો અને લક્ષમાં લેજો.
શિષ્યને બહારની મુશ્કેલીઓનો ખ્યાલ છે. આંતરિક મુશ્કેલીઓનો ખ્યાલ નથી. તેની દૃષ્ટિ બહાર છે અને સાધનો વિષે પણ તેને બહારની સમજ છે. જે અંતરાયો તેને નડે છે તે પણ બહારના છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે કે કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે ? તેનો જવાબ પરમકૃપાળુ દેવે આપ્યો હોત કે ભગવા વેષમાં મોક્ષ છે તો વાત પૂરી થઈ જાત, પણ મુશ્કેલી બહારની નથી, મુશ્કેલી અંદર છે. બહાર ગમે તેટલી મુશ્કેલી હોય, તે એક માત્ર સાધનથી દૂર થઈ શકે. શિષ્ય પોતાના સ્વછંદનો ત્યાગ કરે અને પુરુષની આજ્ઞા સ્વીકારે તો તેને કાંઈ પણ મુશ્કેલી પડવાની નથી. ખરેખરી મુશ્કેલી અંદરની છે. મોક્ષમાર્ગમાં અવરોધ કરનારાં પરિબળો અંદર બેઠાં છે અને મુખ્ય પરિબળ ત્રણ છે. આસક્તિ, અહંકાર અને પોતાની માન્યતાનો જડતાપૂર્વકનો આગ્રહ. આ ત્રણ દૂર નહિ થાય ત્યાં સુધી સાધકનું સાધના તંત્ર સમ્યક પ્રકારે નહિ ગોઠવાય પરંતુ શિષ્યને આ ખ્યાલ નથી.
અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય ? એ કેવી રીતે બેસે? એ કેમ ચાલે ? તેમણે આની વ્યાખ્યા આપી નથી. આની ફોરમ્યુલા આપી હોત તો આપણે સ્થિતપ્રજ્ઞ બની શકત પરંતુ તેમણે જવાબ જે આપ્યા તે ઊંડાણપૂર્વક આપ્યા છે. તેમણે કહ્યું કે હે અર્જુન ! એ કેમ બેસે છે ? કેમ બોલે છે ? કેમ ખાય છે ? એ વાત ગૌણ છે. મહત્ત્વની વાત તો એ છે કે
प्रजहाति यदा कामान् सर्वान् प्रार्थ ! मनोगतान् । મનનાં ઊંડાણમાં રહેલી કામનાઓને તથા છૂપાઈને રહેલી વૃત્તિઓને મૂળમાંથી ઉખેડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org