________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
( પ્રવચન ક્રમાંક - ૬૬
ગાથા ક્રમાંક-૯૨ થી ૯૭ - પ્રકરણ : ૧ શિષ્યની શંકા ? મોક્ષનો ઉપાય નથી
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? (૯૨) અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. (૯૩) કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. (૯૪) તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? (૯૫) પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવગ; સમજું મોણ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. (૯૬)
ટીકા- મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંતકાળના કર્મો છે, તે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? (૯૨)
અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પ આયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત્ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. (૯૩)
બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે,એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમ કે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. (૯૪).
તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. (૯૫)
આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org