Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. દરકાર કરતા નથી. સમય ધન કરતાં પણ અધિક મૂલ્યવાન છે, નષ્ટ થયેલું દ્રવ્ય મહેનત કરવાથી પુન: પ્રાપ્ત થઈ શકે છે, ભૂલાયેલી વિદ્યા પુન: પઠનથી પણ પ્રાપ્ત કરી શકાય છે. બગડેલું સ્વથ્ય પણ ઔષધોપચારથી સુધરી શકે છે પરંતુ ગયેલે સમય ગમે તેટલા પરિશ્રમથી પણ કદિ પ્રાપ્ત થઈ શકતે નથી. ઈંગ્લાંડની રાણી એલીઝાબેથને મૃત્યુ સમય નિકટ આવ્યું ત્યારે તે બેલી ઉઠી કે–જે કઈ મને એક ક્ષણ પણ બચાવે તે તેને અસંખ્ય દેલત આપવામાં આવશે પરંતુ પશ્ચાત્તાપ કરવાથી શું વળે? પિતાનાં જીવન-કાળમાં તે તેણે એવી સેંકડે “ક્ષણ” ની જરા પણ પરવા કરી નહતી હવે તે અસંખ્ય દોલત અને સમસ્ત રાજ્ય અર્પણ કરે તે પણુ ગયે સમય પુન: કેવી રીતે પ્રાપ્ય થઈ શકે ? જે કંઈ પણ મળી શકે એમ હોય તે તે પશ્ચાત્તાપજ !! સ્મરણમાં રાખે કે સમયની યથાર્થ કિંમત નહિ સમજવાથી એક દિવસ આપણને પણ ઘેર પશ્ચાતાપ કરે પડશે સત્ય કહ્યું છે કે— - The moments we forego Eternity it self cannot retrieve.” જે ક્ષણ આપણે નકામી ગુમાવી દઈએ છીએ તે પાછી આપવાને સંસારમાં કઈ પણ સમર્થ નથી, ગયેલો સમય બોલાવવાથી પાછું આવતું નથી, ખરીદવાથી પુન: મળી શકતા નથી, જે સમય એટલે બધે બહુમુલ્ય છે તે આપણે એક ક્ષણ પણ વ્યર્થ જવા દેવી જોઈએ નહિ. સમયનું મહત્વ આટલું બધું હોવા છતાં આપણે તે કેવી રીતે ગુમાવીએ છીએ માત્ર આપણી અસાવધાનીથી. જુઓ! આપણે સવારનો સમય એવા વિચારમાં ગુમાવીએ છીએ કે આ સમયનું કામ આપણે પળવારમાં કરી લેશું, એનો અર્થ એ થાય છે કે આપણી પાસે સે રૂપીયા છે જેમાંથી આપણે પચાસ રૂપીયા ફેંકી દઈ શકીએ છીએ. સવારમાં કરવાનું કાર્ય બીજા સમય માટે મુતવી રાખવાથી તે કાર્યની સિદ્ધિ સંશયુક્ત થાય છે એટલું જ નહિ પણ આપણામાં આલસ્યરૂપી શત્રુનું પ્રાબલ્ય વધતું જાય છે. ઘણા લેકે પિતાને સમય પહેરવા ઓઢવામાં અને પોતાને સ્વાંગ બનાવવામાં વ્યર્થ ગુમાવે છે? તેઓ દિવસ રાત તે પ્રકારની ચિંતા રાખ્યા કરે છે એનાથી શું લાભ થાય છે? તે લોકે અવશ્ય બહારથી સુંદર દેખાવા લાગે છે પણ એટલાથી કંઈ વળતું નથી. શરીર કપડાં વગેરે બાહ્ય દેખાવ ઉપર અવશ્ય ધ્યાન આપવું જોઈએ પરંતું તેમાંજ આપણા જીવનની સાર્થકતા ન માનવી જોઈએ. પણ લોક પિતાને ઘણું ખરે સમય ઠઠ્ઠા મશ્કરી કરવામાં ગુમાવે છે અને તેને મને વિશ્રામ કહ્યા કરે છે એ ઠીક નથી. ઉદાહરણથી આપણને ભેજન સમયે થોડું દૂધ પણ મળવું જોઈએ પરંતુ એકલા દૂધથી કામ ચાલતું નથી. યુવાવસ્થાને સમય આપણે આનંદ કરવામાં તેમજ મજા ઉડાવવામાં ખરાબ રીતે ગુમાવીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30