Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ શ્રી આત્માનંદુ પ્રકાશ. ( જ્યારે મનને કાઇ કઠિન કાર્ય કરવું પડતુ નથી અને તે સ્વતંત્ર રહે છે ત્યારે ) આપણાં મનની અંદર અચાનક કોઇ ભાવપૂર્ણ અને સુખદાયક વિચાર આપે।આપ ઉપન્ન થઇ જાય છે, જે એકાન્તમાં એસી ઇચ્છા કરવાથી પણ ઉન્ન થતા નથી, એટલા માટે એવા અવકાશના સમયમાં પણ કાગળ પેન્સીલ અવશ્ય સાથે રાખવાં જોઇએ. સમયને સદુપયેાગ અનેક ઉપાયાથી કરી શકાય છે, પરંતુ એટલુ લક્ષમાં રાખવુ જોઇએ કે આપણા દૈનિક કાર્યક્રમના વિભાગ કર્યા વગર સમયને સદુપયેાગ થવા અસ’વિત છે. સમયના સદુપયેાગ કરવાની એ એક સારી રીતિ છે કે પ્રાત:કાળમાં જાગૃત થયા પછી · આજ આખા દિવસમાં મારે શું કાર્ય કરવાનુ છે ’ તેના સ’કલ્પ કરી લેવા જોઇએ, પછી રાત્રે સૂતી વખતે નિષ્પક્ષભાવથી એટલી આલેાચના કરી લેવી જોઇએ કે “ મે' સર્વ કાર્યો ઉચિત રીતિથી ઉચિત સમયે કર્યો છે કે નહિ ? જો નથી કર્યાં તે તેનું કારણ મારૂં આલસ્ય તા નથી ? ’ આ પ્રકારનાં આત્મ-નિરીક્ષણની ખાસ અગત્ય છે, કેમકે તેનામાં ગુણ દોષ શોધી કાઢવાની અને આત્મેન્નતિ સાધવાની વિલક્ષણ શક્તિ રહેલી છે. અનેક લેાકેાનુ જીવન આત્મ-નિરીક્ષણના અભાવથીજ દુ:ખદાયક બની જાય છે. અતએવ જો તમારે વર્તમાન તેમજ ભાવી જીવન-સંગ્રામમાં સફલતા પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે અત્યારથીજ તમારે આત્મ-નિરીક્ષણુના અભ્યાસ કરીને એટલુ જોઇ લેવુ જોઇએ કે તમે હંમેશા તમારા સમયના સદુપયોગ કરી રહ્યા છે કે દુરૂપયોગ. સમયના મહત્વપૂર્ણ વિષયમાં નીચેનુ વાક્ય હમેશાં ધ્યાનમાં રાખવા લાયક છે——— * Dost thou love life ? then do not squander time, for that is the stuff life is made of. અર્થાત્ શુ તમને તમારૂ જીવન વ્હાલું છે ? જે હાય તે સમયના દુરૂપયોગ ન કરે; કેમકે તમારૂ જીવન સમયનુજ અનેલુ છે. છેવટે મનુષ્યજીવનની સાર્થકતાના વિષયમાં એટલુ કહેવુ ખસ છે કે આપણે ઇશ્વર અને મનુષ્યષ્ય તરફ આપણું કર્ત્તવ્ય બજાવવું, આત્મ-નિરીક્ષણ અને આત્મ-શાસનની ટેવ પાડવી તથા આપણા સમયને એવા સદુપયેાગ કરવા કે જેથી આપણે આપણાં કુટુંબ, સમાજ અને દેશને માટે કાઇ પણ રીતે ઉપયાગી બની શકીએ. વસ્તુત: એ મનુષ્યનું જીવન સલ થાય છે અને એજ મનુષ્ય જીવન--સંગ્રામમાં સફલતા પ્રાપ્ત કરી શકે છે કે જે એ કાર્યમાં પેાતાનાં તન, મન, ધન, સમર્પણ કરી દે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30